<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

‘વિધાનો વ્‍યાપ : વ્‍યાસપીઠથી વેબ સિરીઝ' શીર્ષક તળે કાલે કલેકટર ઓમ પ્રકાશજીનું વકતવ્‍ય

રાજકોટમાં મોરારી બાપુની રામકથા સંદર્ભે ફુલછાબ રામકથા સમિતિ દ્વારા સૌ.યુનિ. અંગ્રેજી ભવનમાં આયોજન

રાજકોટ તા. ૨૧ : રાજકોટમાં જાન્‍યુઆરી ૨૦૨૭માં યોજાનારી મોરારિબાપુની રામકથામાં સૌરાષ્‍ટ્ર ટ્રસ્‍ટ શિક્ષણ માટેનો પોતાના વિરાટ પ્રકલ્‍પ વિધાવળક્ષનો આરંભ કરશે. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. વેબ સાઇટ લોન્‍ચ કર્યા બાદ હવે કાલે તા. ૨૩ ને શુક્રવારે રાજકોટના કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશનું એક વિશિષ્ટ પ્રવચનનું આયોજન ફૂલછાબ દૈનિક દ્વારા કરાયું છે. આપણા શાષાો, દર્શનમાં શિક્ષણ અને જીવનના મૂલ્‍યો છે. તો આધુનિક માધ્‍યમોની પણ વિશાળ રેન્‍જ છે. જેમાં માહિતી અને નોલેજ છે. આ બંનેને સાંકળીને કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશ વક્‍તવ્‍ય આપશે.

‘વિદ્યાનો વ્‍યાપ : વ્‍યાસપીઠથી વેબ સિરીઝ' શીર્ષક તળે શુક્રવારે સવારે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સભાગળહમાં યોજાનારા આ વક્‍તવ્‍ય માટે સૌને પધારવા કૂલછાબના તંત્રી જ્‍વલંત છાયા અને મેનેજર નરેન્‍દ્ર ઝીબા તેમ જ ફૂલછાબ રામકથા સમિતિએ નિમંત્રણ આપ્‍યું છે.

(1:17 PM IST)