News of Thursday, 22nd October 2026
પોરબંદરમાં પૂ.ભાઈશ્રીના સાનિધ્યમાં શ્રી હરિ મંદિરમાં ધ્વજાજીનું પૂજન- યજ્ઞશાળામાં હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ-શ્રી દ્વારકાધીશ ભગવાનને ધ્વજારોહણ
પૂ.રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત ૪૫મું પુષ્પ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું: દેશ-વિદેશના અનેક ભાવિકો ધ્વજારોહણના સાક્ષી બન્યા હતા, દર્શનનો લાભ લીધો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૨: શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં વિજયાદશમીના પાવન દિવસે શ્રીહરિ મંદિરમાં ધ્વજાજીનું પૂજન તથા યજ્ઞશાળામાં હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ તથા દ્વારકાધીશજીને ધ્વજારોહણ સાથે નવરાત્રિ અનુષ્ઠાનના સંપૂર્ણ ઉપક્રમનું ૪૫મું પુષ્પ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું હતું.
શ્રી હરિ મંદિરમાં ધ્વજાપુજન તથા દ્વારકા મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ વિજયાદશમીના પાવન દિવસે દ્વારકા મંદિરથી આવેલા બ્રાહ્મણો દ્વારા દ્વારકાધીશજીને અર્પણ થનાર ધ્વજાજીનું પૂજ્ય ભાઈશ્રીના તથા મનોરથી પરિવાર દ્વારા હસ્તે શાષોક્ત વિધિસાથે પૂજન-અર્ચન કરાવવામાં આવ્યું અને સાંજે દ્વારકા જગતમંદિર ખાતે પૂજ્ય ભાઈશ્રી અને ભાવિકોની ઉપસ્થિતિમાં સંકીર્તન સાથે દ્વારકાધીશજીને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ અવસરે શારદીય અનુષ્ઠાન નિમિત્તે દેશ-વિદેશથી આવેલા અનેક ભાવિકો ધ્વજારોહણના સાક્ષી બન્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો.
વિજયાદશમીના વિશેષ દિવસે ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા વિધિવત્ શ્રીરામચરિતમાનસના સુંદરકાંડપાઠની ચોપાઇઓ ગાન સાથે હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો. જેમાં મુખ્ય યજમાન તરીકે અનુષ્ઠાનના મુખ્ય મનોરથી સંજયભાઈ સૂચક તથા પરિવાર જોડાયા હતા. સુંદરકાંડ યજ્ઞની પુર્ણાહુતિ સમયે પૂજ્યભાઈશ્રી ઉપસ્થિત રહ્યા અને મુખ્ય મનોરથી પરિવારને આશીર્વાદ આપ્યા હતા અને એમના માટે શુભકામના વ્યક્ત કરી હતી.(તસવીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
