News of Thursday, 22nd October 2026
સિવિલ હોસ્પિટલના કામદાર યુનિયન દ્વારા બોનસ-પગાર વધારા અંગે આંદોલન શરૂઃ માંગણીઓ સંતોષોઃ નહી તો કામ બંધ
રાજકોટ કલેકટરને આવેદન પાઠવ્યું: પગાર સ્લીપ અંગે પણ આક્ષેપો કરાયા...

રાજકોટ,તા.૨૨: રાજકોટમાં કામદારોના પગાર વધારા અને બોનસના મુદ્દે રાજકોટ કામદાર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. યુનિયન દ્વારા રજૂઆતમાં કામદારોને છેલ્લા ચાર વર્ષથી બોનસ આપવામાં આવતું હોવા છતાં હવે કંપનીઓ દ્વારા બોનસ આપવાનું બંધ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ કામદારોના પગારમાં વધારો કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.
રાજકોટ કામદાર યુનિયન દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે, કામદારોને મળતા બોનસ અને પગારવધારા અંગેની સમસ્યાઓને કારણે કામદારોમાં નારાજગી જોવા મળી રહી છે. યુનિયને આક્ષેપ કર્યો છે કે, પગાર સ્લીપમાં પણ જરૂરી વિગતો દર્શાવવામાં આવતી નથી.
યુનિયનના જણાવ્યા મુજબ, કામદારોને તેમની મહેનત પ્રમાણે વળતર મળવું જોઈએ. કંપનીઓમાં કામદારોની ભરતી અને કામની વહેંચણીમાં પણ યોગ્ય વ્યવસ્થા જાળવવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. રજૂઆતમાં કામદારોના હિતોનું રક્ષણ કરવા અને લાગુ પડતા નિયમોનું પાલન થાય તે માટે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
યુનિયન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો આગામી દિવસોમાં કામદારોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો કામદારો કામ બંધ કરવાની દિશામાં આગળ વધી શકે છે. આ રજૂઆતને પગલે કામદારોના પગારવધારા અને બોનસનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
(3:22 PM IST)










