તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
શાળાઓમાં પ્રવેશ સમયે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર પ્રતિબંધ મૂકતા રાજ્ય સરકારના પરિપત્ર સામે કોંગ્રેસે તીવ્ર વિરોધ નોંધાવ્યો
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર શિક્ષણ ક્ષેત્રે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે આવા નિર્ણયો લઈ રહી છે

અમદાવાદ :શાળાઓમાં પ્રવેશ સમયે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર પ્રતિબંધ મૂકતા રાજ્ય સરકારના પરિપત્ર સામે કોંગ્રેસે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર શિક્ષણ ક્ષેત્રે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે આવા નિર્ણયો લઈ રહી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ કહ્યું કે, રાજ્યમાં શિક્ષકોની આશરે ૪૦ હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. જેને ભરવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી છે. આ ઉપરાંત, શાળાઓમાં વર્ગખંડોની ભારે અછત છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે પણ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. ગુજરાતની ૧૪ હજાર ૫૬૫ શાળાઓમાં આજે પણ એકથી વધુ ધોરણના વિદ્યાર્થીઓ એક સાથે બેસીને અભ્યાસ કરવા મજબૂર છે.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
