News of Thursday, 22nd October 2026
તમિલનાડુમાં આગામી ૩ દિવસ ભારે વરસાદની શકયતાઃ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતાં ચેન્નાઈ સહિત તટીય વિસ્તારોમાં એલર્ટઃ સ્કાયમેટ

ચેન્નાઈઃ તમિલનાડુમાં આગામી કેટલાક દિવસોમાં હવામાનનો મિજાજ બદલાવાની સંભાવના છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ જણાવે છે કે, તમિલનાડુમાં આગામી ૩ દિવસ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે.
બંગાળની ખાડીમાં સક્રિય થયેલા નિમ્ન દબાણ ક્ષેત્ર (લો-પ્રેશર સિસ્ટમ)ની અસરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ્સની અસરથી રાજધાની ચેન્નાઈ સહિત તટીય વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે.
વધુમાં, કેટલીક જગ્યાઓ પર અત્યંત ભારે વરસાદ પડવાની પણ પૂરતી શકયતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વ મોન્સૂન સક્રિય થવાને કારણે તટીય વિસ્તારોમાં તકેદારી રાખવા અને ભારે વરસાદ માટે તૈયાર રહેવા જણાવાયું છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
