તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
એવર સકસેસ સહિયર ૨૬ વર્ષની સફર સંપન્નઃ મેગા ફાઈનલમાં લાખેણા ઈનામોઃ કિંગ દિલીપ સાપરા, કિવન ભાર્ગવી પાટડીયા
જુનીયર કિંગ સંકેત ચોટલીયા, કિવન જીયા ડોડીયા ઉપર અભિનંદનનો વરસાદઃ સુરેન્દ્રસિંહ વાળા અને તેની ટીમે સૌનો આભાર વ્યક્ત કર્યો

રાજકોટઃ નવમા નોરતાની રઢીયાળી સાંજે મેગા ફાઈનલમાં પહોંચેલા ખેલૈયાઓને નવ રાઉન્ડ રાસ રમાડયા હતા. ત્યારબાદ નવ વાગ્યાથી રાસની રંગત જમાવતા ગાયક સહિયર કિગ રાહુલ મહેતા, લોકગાયીકા પુનમ ગોંડલીયા તથા સહિયરના ગાયક તથા ઉદઘોષક તેજસ શિશાંગીયાએ રાસની રંગત આવતા વર્ષ સુધી યાદ રહે તેવી જમાવી હતી.
સહિયરના તાલ સંચાલક હિતેશભાઈ ઢાંકેચાદર્શન ઢાંકેચા પિતાપુત્રની જોડીએ અલગ-અલગ તાલ પર ખેલૈયાઓને જલ્સો કરાવ્યો હતો. સહિયર રાસોત્સવના અંગણે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તથા સીનીયર પત્રકાર જગદી મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
સહિયરના આયોજકો પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા, ચંદુભા પરમાર, ક્રિષ્નપાલસિંહ વાળા, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, પિયુષ રૈયાણી, પ્રકાશ કણસાગરા, જયદીપ રેણુકા તથા કોર્પોરેટર ધૈર્યભાઈ પારેખ દ્વારા વિજેતાઓ માટે લાખેણા ઈનામોની વ્યવસ્થા કરાઈ હતી. ફ્રીઝ, એ.સી., સોનાના ચેઈન, સોનાની ગીની તથા એકટીવા બાઈક ખેલૈયાઓને આપવામાં આવ્યા હતા. વિવિધ શ્રેણીમાં ૨૮ બાળકો તથા ૪૨ સીનીયર વિજેતા જાહેર થયા હતા. તદઉપરાંત વિજેતા ના થનાર પરંતુ મેગા ફફીઈનલ સુધી પહોંચેલા તમામ ખેલૈયાઓને સહિયર તરફથી આશ્વાસન ઈનામો આપવામાં આવ્યા હતા. વિજેતા સહિયર કિંગ સહિયર કિંગ દિલીપ સાપરા, સહિયર કવીન, ભાર્ગવી પાટડીયા, સેકન્ડ કિગ અભી ગોડલીયા, સેકવીન માહી કોટક, થર્ડ કિગ વંશરાજ સરવૈયા, થર્ડ કવીન હાર્દી અંબાસણા, ફોર્થ કિગઆદિત્ય પંડયા, ફોર્થ કવીન હીરલ સાપરા, ફીફથ કિગ પારસ મકવાણા, ફીફથ કવીન ચાર્મી પટેલ, સીકસથ કિગ અજય પરમાર, સીકસથ કવીન ક્રિશા વાછાણી, સેવન્થ કિગ નિખીલ ગોહેલ, સેવન્થ ક્વીન વિધિ બગથરીયા, જૂનીયર કિગ સંકેત ચોટલીયા, પ્રિયાંજ ગજેરા, દેવ ગોહેલ, રાજ જેસાણી, કૌશલ સાકરીયા, રૂદ્ર અગ્રાવત, આશિષ કુકાવા, જીયાબા ડોડીયા, ખુશ્બુ આહુજા, પૂર્ણિમા ટાંક, પ્રિયાંશી ડાંગર, રૂહી વેકરીયા, તન્વી સોલંકી એન્લ ચૌહાણ જાહેર થતા ખેલૈયાઓએ વિજેતાઓને ઉત્સાહભેર વધાવી લીધા હતા.
સહિયરના પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિહ વાળાએ આભાર વ્યકત કરતા સૌરાષ્ટ્ર ભરમાંથી રાસો રમવા આવતા ખેલૈયાઓ, પ્રેક્ષકો, રાજકોટ શહેર પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેકટર, ધારાસભ્યો, ભાજપના કોર્પોરેટર, હોદ્દેદારો, ઉમીયા મંડપ, રૂચી રાઈટીંગ, હિતેશ ચૌહાણ, આર.કે. સીક્યોરીટી, ગણેશ સાઉન્ડ, તમામ નિર્ણાયકો, હિતેશ ઢાંકેચા, રાહુલ મહેતા, પુનમ ગોંડલીયા, સંગીતકારો રવિ-સાગર-હિરેન, તમામ સ્પોન્સર્સ, પુજારા ટેલીકોમ, હીરો વીદા, બજાજ ફાઈનાન્સ, કેન્ટીનના સંચાલક અભી કેટરર્સ, આયોજક ટીમ, પત્રકાર નિલેશ શિશાંગીયા તથા જીલ એન્ટરટેઈનમેન્ટના સંચાલક-૨૦૦૧ થી આજ સુધી સહિયર સાથે મજબુતીથી રહેલા તેજસ શિશાંગીયાનો પણ આભાર માન્યો હતો.
(3:45 PM IST)










