News of Thursday, 22nd October 2026
શ્રી ગ્રામ સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ-જનડા સંચાલિત શ્રી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-અમરાપુર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત ખો-ખો (બહેનો)આંતર કોલેજ સ્પર્ધા સપન્ન

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત આયોજિત આંતર કોલેજ ખો-ખો (બહેનો) સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન શ્રી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અમરાપુર તા.વિંછીયા ખાતે કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્પર્ધા દરમિયાન ખેલાડીઓમાં ભારે ઉત્સાહ, રમત પ્રત્યેનો જુસ્સો, શિસ્ત અને ખેલદિલી જોવા મળી હતી. સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવિધ મહાવિદ્યાલયોની કુલ બહેનોની ૧૩ ટીમોમાંથી અંદાજે ૧૬૫ જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ કોલેજોમાંથી આવેલા ખેલાડીઓએ ખો ખો વિવિધ મેચમાં પોતાની શ્રેષ્ઠ રમતકૌશલ્યનું પ્રદર્શન કરી સ્પર્ધાને વધુ રોમાંચક અને રસપ્રદ બનાવી હતી. ખેલાડીઓએ પોતાની શારીરિક ક્ષમતા, તકનીકી કુશળતા, આત્મવિશ્વાસ તથા તત્પરતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાના આયોજન પ્રસંગે ડો. એચ.બી. રાબા, ડો. એચ. આર. ભાલીયા તેમજ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે વ્યક્તિના સર્વાંગી વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રમતગમતના માધ્યમથી શિસ્ત, સમયપાલન, આત્મવિશ્વાસ, નેતળત્વ, નિર્ણયક્ષમતા, સંઘભાવના તથા પડકારોનો સામનો કરવાની ક્ષમતા જેવા જીવનમૂલ્યોનો વિકાસ થાય છે. તેમણે તમામ ખેલાડીઓને રમતની સાચી ભાવના જાળવીને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તેમજ જીત અને હાર બંનેને રમતગમતની ભાવનાથી સ્વીકારવા પ્રેરણા આપી હતી. સ્પર્ધાના પરિણામો ખો - ખો (બહેનો) પ્રથમ ક્રમઃ શ્રી ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ - જાફરાબાદ, દ્વિતીય ક્રમઃ એમ પી શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગર, તળતીય ક્રમઃ કણસાગરા મહિલા કોલેજ રાજકોટ વિજેતા જાહેર થયા હતા
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
