તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
તત્વજ્ઞાન કલોઝબૂક પરીક્ષાઃ ૩૭૮ મહિલાઓ ભાગ લેશે
શ્રી અજરામર સ્થા જૈન સંઘ દ્વારા તા. ૨૭ના આયોજન પૂ. છોટે ગુરૂદેવશ્રી વિમલચંદ્રજી સ્વામીનું માર્ગદર્શનઃ મહાવીર ભવનમાં સ્પર્ધા

રાજકોટઃ તા.૨૨: શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટ આયોજિત પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી પ્રેરીત શ્રી વીર ડુંગર મહિલા મંડળના બહેનો માટે યોજાયેલ જ્ઞાન અભિયાન અંતર્ગત એક લેખિત પરીક્ષાનું આયોજન આગામી તા. ૨૭ બપોરે ૨-૩૦ વાગે શ્રી મહાવીર ભવનમાં રાખેલ છે.
આજકાલ મોબાઇલ અને ટેકનોલોજીના યુગમાં જ્ઞાન યાદ રાખવા કે કંઠસ્થ કરવાનો પુરૂષાર્થ દિન-પ્રતિદિન ઓછો થતો જાય છે. તેવા સમયમાં શાસ્ત્ર અને જૈન તત્વજ્ઞાનને マદયસ્થ કરવાનો એક અદ્ભૂત દાખલો રાજકોટના આંગણે જોવા મળશે.
જેમાં ૩૭૮ યુવતીઓ, સિનિયર વયની મહિલાઓએ રાત-દિવસ મહેનત કરી ને તત્વજ્ઞાનના કઠિન ગણાતા વિષયોના ૩૦ થોકડાં કંઠસ્થ કર્યા છે. તેની આ ઇનામી સ્પર્ધા કલોઝબૂક લેખિત પરિક્ષાને પેપર રાખવામાં આવેલ છે. જેમાં ઉર્તીણ થનાર પ્રથમ વિજેતાને ૫ હજાર, બીજા નંબરે ૪ હજાર, ત્રીજા નંબરે ૩ હજારરૂા.નું ઇનામ આપવામાં આવશે. સાથે પ્રોત્સાહક ઇનામ પણ રાખેલ છે.
આ સ્પર્ધાના માર્ગદર્શક પૂ. છોટે ગુરૂદેવ શ્રી વિમલચંદ્રજી સ્વામીએ દરેક મહિલા મંડળોના પ્રમુખ મહિલાઓ, કાર્યકરોને બિરદાવેલ છે. તેમજ સંઘપ્રમુખ મધુકાન્તભાઇ ખંધારે અજરામર સંધવતી સોૈને પ્રોત્સાહિત કરી વધુને વધુ સંખ્યામાં જોડાવા આમંત્રણ આપેલ છે.
આ આયોજનની સંપૂર્ણ જવાબદારી અને સહયોગ આપનાર વીર ડુંગર મહિલા મંડળ-રાજકોટના હેડ કોચ યોગનાબેન શાહે દરેક પરીક્ષાર્થી બહેનોને સફેદ વસ્ત્રમાં સમયસર પધારાવાનું સૂચન કરેલ છે.
(2:17 PM IST)










