<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

કચ્છના બેરાજા ગામે ખાનગી મેટલ કંપની સામે 10 ગામના ગ્રામજનોનો વિરોધ. કંપની સામે પ્રતીક ધરણાં યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

ખેતીની જમીન, પાણીના સ્ત્રોતો અને તળાવોને અસર થતી હોવાના આક્ષેપ: GPCBની મંજૂરી અને ઉત્પાદન શરૂ કરવાની તારીખ અંગે તપાસની માંગ ઉઠાવાઈ

કચ્છના બેરાજા ગામે ખાનગી મેટલ કંપની સામે ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવાયો હતો .કંપની સામે પ્રતીક ધરણાં યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે   આસપાસનાં 10 ગામના લોકો દ્વારા કંપની સામે વિરોધ કરાયો હતો .ખેતીની જમીન, પાણીના સ્ત્રોતો અને તળાવોને અસર થતી હોવાના આક્ષેપ કરાયો હતો  GPCBની મંજૂરી અને ઉત્પાદન શરૂ કરવાની તારીખ અંગે તપાસની માંગ ઉઠાવાઈ હતી CTE અને CCA સહિતની મંજૂરીઓ અંગે તપાસ કરવાની માંગ ઉઠી છે . પર્યાવરણીય મંજૂરીઓ અને GPCBના અહેવાલમાં વિસંગતતા હોવાનો દાવો કરાયો હતો  લેડ અને ભારે ધાતુઓથી આરોગ્ય, ખેતી અને ભૂગર્ભ જળને નુકસાનના આક્ષેપ થયા છે . કંપનીના ધુમાડા અને રજકણોથી ઉભા પાકને નુકસાન થતું હોવાની ફરિયાદ ઉઠી છે  સુરઈ નદી અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાતું હોવાના આક્ષેપ કરાયો છે . જોખમી કચરાના સંચાલન અને પ્રદૂષણ નિયંત્રણની તપાસની માંગ ઉઠી છે . કંપની સામે તપાસ કરી નિયમભંગ જણાય તો કડક કાર્યવાહીની માંગ કરાઈ છે 

(8:09 PM IST)