News of Thursday, 22nd October 2026
કાલે સરગમી હસાયરો
સાંઇરામ દવે, ધીરૂભાઇ સરવૈયા, અવનીબેન વ્યાસ, ગુણવંતભાઇ ચુડાસમા જમાવટ કરશે : જાહેર આમંત્રણ

રાજકોટ : સરગમ કલબ અને કલાસીક એચ.પી. રાજયગુરૂ કુાં અને કેર ફોર હોમના સંયુક્ત ઉપક્રમે તા. ૨૩ શુક્રવારે રાત્રે ૮ વાગ્યે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ) ડો. યાજ્ઞીક રોડ ખાતે જાહેર જનતા માટે હસાયરો યોજાશે. ૧૦ હજાર લોકોની બેઠક વ્યવસ્થા ખુરશી પર રાખેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ હસાયરામાં કલાકાર સાંઈરામ દવે, ધીરુભાઈ સરવૈયા, અવનીબેન વ્યાસ, ગુણવંતભાઈ ચુડાસમા વગેરે હાસ્યરસ પીરસશે.
આ કાર્યક્રમમાં વજુભાઈ વાળા (પુર્વ. ગવર્નર કર્ણાટક રાજ્ય), મેયર ડૉ. નેહલભાઈ શુક્લ, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, તુષાર સુમેરા (કમિશનર, રાજકોટ મહાનગરપાલિકા), રમેશભાઈ ટીલાળા (ધારાસભ્ય), હરેશભાઈ લાખાણી (ડીએમએલ ગ્રુપ, ચેરમેન), પરસોતમભાઇ કમાણી (ડોક્ટર પમ્પ અગ્રણી ઉદ્યોગપતિ), નીરજભાઈ આર્ય (ઉત્કર્ષ ટી.એમ.ટી. બાર), રાજદીપસિંહ જાડેજા (પ્રમુખ - રાજકોટ શહેર ક્રોગ્રેસ), નિખીલભાઈ પટેલ (ડેકોરા ગ્રુપ), જીતુભાઈ બેનાણી (અમીધારા ડેવલપર્સ), રાહિલભાઈ પુજારા (પુજારા ટેલીકોમ), મનીષભાઈ માડેકા (રોલેકસ રિંગ્સ પ્રા.લી.), ખોડીદાસભાઈ પટેલ (આર.કે. યુનિવર્સીટી ગ્રુપ, ચેરમેન), સુરેશભાઈ નંદવાણા (ભવાની ઇન્ડસ્ટ્રીઝ), પરાક્રમસિંહ જાડેજા (જ્યોતી સીએનસી), શેલેષભાઈ માંકડિયા (રાધે ગ્રુપ), કેતનભાઈ મારવાડી (ચેરમેન મારવાડી એજ્યુકેશન ટ્રસ્ટ), રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) છગનભાઈ ગઢિયા (એલઆઇસી એજન્ટ, ઉદ્યોગપતિ) ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં એચ.પી. રાજયગુરૂ કુાં. ચેરમેન હેતલભાઈ રાજયગુરૂ તેમજ કેર ફોર હોમ ચેરમેન એમ. જે. સોલંકીનો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, યોગેશભાઈ પુજારા, હેતલભાઈ રાજયગુરૂ, એમ. જે. સોલંકી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(2:13 PM IST)










