તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
કેન્સર કેટ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ‘સાહસ, સંકલ્પ અને સેવાભાવનું સન્માન-૨૦૨૬'
કેન્સર સામે જંગ જીતનારાઓના સાહસથી લઈને સેવાભાવી સંસ્થાઓ અને દાનવીરોના સમર્પણને બિરદાવાશે

રાજકોટઃ કેન્સર સામેની વડાઈમાં સાહસ, સંકલ્પ અને હિમતથી આગળ વધનારાઓને પ્રોત્સાહિત કરવા તેમજ કેન્સરના દર્દીઓ માટે નિઃસ્વાર્થભાવે સેવા આપનારાઓનું સન્માન કરવા કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ દ્વારા 'સાહસ, સંકલ્પ અને સેવાભાવનું સન્માન-૨૦૨૬ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 'હોપ્સ એન્ડ હેપ્પીનેસ'ના સંકલ્પ સાથે યોજાનારા આ કાર્યક્રમમાં કેન્સર સામે જંગ જીતનારાઓ. દર્દીઓની સેવા માટે સમર્પિત સેવાભાવી વ્યક્તિઓ તથા કર્મચારીઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દાખવનારી સંસ્થાઓને સન્માનિત કરવામાં આવશે
આ સન્માન સમારોહમાં ત્રણ વિશિષ્ટ પુરસ્કાર શ્રેણીઓ હેઠળ સન્માન કરવામાં આવશે જેમાં આરોગ્ય રક્ષક એવોર્ડ એવી કંપનીઓ અને સંસ્થાઓને અર્પણ કરવામાં આવશે. જે કર્મચારીઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને કામના સમય દરમિયાન પાન-ફાકી, તમાકુ, બીડી અને સિગારેટના સેવન પર પ્રતિબંધ જેવા નિયમોનું પાલન કરાવે છે. આ સન્માનનો હેતુ કાર્યસ્થળે તમાકુમુક્ત વાતાવરણને પ્રોત્સાહન આપવાનો અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે જાગૃતિ ફેલાવવાનો છે.
જીવન જયોત એવોર્ડ એવા કેન્સર વિજેતાઓને એનાયત કરવામાં આવશે, જેમણે કેન્સર સામેની લડાઈમાં સફળતા મેળવીને હવે પોતાના અનુભવોના આધારે અન્ય દર્દીઓને પેરણા આપવાનું અને તેમને માનસિક હિંમત પૂરું પાડવાનું કાર્ય હાથ થયું છે. કેન્સર કેર ફાઉન્ડેશન સાથે જોડાઈને દર્દીઓના માર્ગદર્શક બનતા અને આશાનું કિરણ જગાવતા આવા હિમતવાન લોકોનું આ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવશે.
જ્યારે સેવા રત્ન એવોર્ડ એવા સેવાભાવી વ્યક્તિઓને અર્પણ કરવામાં આવશે, જેમને પોતાને કેન્સર થયું ન હોવા છતાં કેન્સરના દર્દીઓ પ્રત્યે અનન્ય લાગણી અને સંવેદના છે. દર્દીઓની જરૂરિયાતોને સમજીને સંસ્થાને શક્ય તેટલી આર્થિક, સામાજિક કે અન્ય રીતે મદદરૂપ બનતા અને માનવતાની ભાવનાથી સેવા આપતા આવા દાતાઓ તથા સેવાભાવીઓને બિરદાવવામાં આવશે.
આ સન્માન સમારોહનું આયોજન આગામી રવિવાર, તા.૧ના રોજ સાંજે ૪થી ૭વાગ્યા દરમિયાન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા કેન્સર સામેની લડાઈ લડી રહેલા અને લડી ચૂકેલા લોકોનું મનોબળ વધારવાની સાથે સમાજમાં આરોગ્ય જ મારોગ્ય જાગૃતિગાવાયું છે માનવતા અને સેવાભાવના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમ જણાવાયું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રુપલબેન કોટક (મો.૯૮૨૫૬ ૭૩૩૪૪), ભારતીબેન નથવાણી (મો.૯૭૨૪૯ ૧૭૪૫૫), હીરલબેન નંદાણી, દીવ્યેશભાઈ નંદાણી નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:11 PM IST)










