તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
ટીમ ઇન્ડિયાના બોલરો ધોવાયાઃ૨૨૬ રનનો ટાર્ગેટ
ભારતે ટોસ જીતી દાવ આપ્યા બાદ ન્યૂઝીલેન્ડના બેટરોની બરાબરની ધોલાઈ : ફિલિપ્સે માત્ર ૪૦ બોલમાં ૮૨ રન ફટકાર્યા, ભુવીનો જાદુ ન ચાલ્યો; અર્શદીપ, મયંક અને અક્ષરને ૧-૧ વિકેટ

નવી દિલ્હી, તા. રરઃ ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ન્યૂઝીલેન્ડના બેટરોએ ભારતીય બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. કિવી બેટરોએ આક્રમક બેટિંગ કરીને ભારતીય બોલરોને મુશ્કેલીમાં મૂકયા હતા અને રનનો મોટો ખડકલો ખડકતાં ટીમ ઇન્ડિયા સામે ૨૨૬ રનનો પડકારજનક લક્ષ્યાંક મૂકયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ આક્રમક બેટિંગ કરતાં માત્ર ૪૦ બોલમાં ૮૨ રન ફટકારી ભારતીય બોલરોની લય બગાડી નાખી હતી. ફિલિપ્સે મેદાનની ચારે બાજુ શોટ ફટકારીને રનનો વરસાદ વરસાવ્યો હતો. તેના આક્રમક અંદાજ સામે ભારતીય બોલરો લાચાર દેખાયા હતા.
ફિલિપ્સ ઉપરાંત સેકર્ટે પણ ઝડપી બેટિંગ કરતાં માત્ર ૧૭ બોલમાં ૨૪ રન બનાવ્યા હતા. જેકોબ્સે ૧૬ બોલમાં ૩૧ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જ્યારે મિચેલે ૧૯ બોલમાં ૨૮ રન ફટકારી ટીમના સ્કોરને વેગ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડના બેટરોની આક્રમક બેટિંગના કારણે ભારતીય બોલરો પર સતત દબાણ રહ્યું હતું.
ભારત તરફથી ભુવનેશ્વર કુમારનો જાદુ આ વખતે ચાલી શકયો નહોતો અને ન્યૂઝીલેન્ડના બેટરો સામે તેની બોલિંગ ખાસ અસરકારક રહી નહોતી. બીજી તરફ અર્શદીપ સિંહ, મયંક અને અક્ષર પટેલે એક-એક વિકેટ મેળવી હતી. જોકે, ન્યૂઝીલેન્ડના બેટરોની તોફાની બેટિંગને રોકવામાં ભારતીય બોલિંગ આક્રમણ નિષ્ફળ રહ્યું હતું. ન્યૂઝીલેન્ડે આક્રમક બેટિંગના જોરે ૨૨૬ રનનો ટાર્ગેટ આપતાં હવે ભારતીય બેટરો સામે જીત મેળવવા માટે મોટો પડકાર ઊભો થયો હતો. સ્લો ઓવર રેટ બદલ એક ખેલાડીને યાર્ડની અંદર રાખવામાં આવ્યો હતો.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
