તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 22nd October 2026
અમેરિકા-મેક્સિકો સરહદ પર ઓટોમેટિક કેમેરામાં કેદ થયો ૬ ફૂટ લાંબો અત્યંત રહસ્યમય અને અજાણ્યો જીવ: એલિયન કે કોઈ નવો શિકારી પ્રાણી હોવાની ચર્ચાએ પકડ્યું જોર
વિખ્યાત યુએફઓ (UFO) નિષ્ણાત જેમે મૌસાન દ્વારા તસવીરો જાહેર કરાતા વૈજ્ઞાનિક સમુદાયમાં મચ્યો હડકંપ; પૃથ્વી પર અગાઉ ક્યારેય ન જોવાયેલી શારીરિક રચના ધરાવતા આ જીવની હરકતોએ દુનિયાભરના સંશોધકોને અસમંજસમાં મૂક્યા.

ચિહુઆહુઆ : વિશ્વભરમાં રહસ્યમય અને અલૌકિક ઘટનાઓ વિશે હંમેશાં ચર્ચાઓ થતી રહેતી હોય છે, ત્યારે હાલમાં અમેરિકા અને મેક્સિકોની સરહદ પરથી એક એવું ચોંકાવનારું સમાચાર સામે આવ્યું છે જેને જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. મેક્સિકોના ચિહુઆહુઆ રાજ્યમાં આવેલા ‘વેલી ઓફ જુઆરેઝ’ વિસ્તારમાં ઓટોમેટિક કેમેરા ટ્રેપમાં એક અત્યંત રહસ્યમય અને વિચિત્ર જીવ કેદ થયો છે. આ જીવની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવાની સાથે જ વૈજ્ઞાનિક વર્તુળો અને સંશોધકોમાં ભારે ચકચાર મચી ગઈ છે અને તે એલિયન હોવાની અટકળો પણ તેજ થઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, યુએફઓ (UFO) ના જાણીતા સંશોધક જેમે મૌસાન અને તેમની ટીમે ગત ૧૭ ઓક્ટોબરે આ રહસ્યમય તસવીરો સત્તાવાર રીતે જાહેર કરી હતી. તેમનો દાવો છે કે આ તસવીરોમાં દેખાતો જીવ પૃથ્વી પર સામાન્ય રીતે જોવા મળતા કોઈપણ જાણીતા પ્રાણી સાથે જરાય મેળ ખાતો નથી. આ જીવની કુલ લંબાઈ અંદાજે ૬ ફૂટ જેટલી છે, તેનો રંગ આછા પીળા તથા સફેદ જેવો છે અને તેના પગ અત્યંત મજબૂત તથા સુસ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત, તેની પૂંછડી પણ આશરે ૩ ફૂટ લાંબી હોવાનું જણાવવામાં આવ્યું છે. સંશોધકોના જણાવ્યા મુજબ, આ જીવ તે વિસ્તારમાં સામાન્ય રીતે જોવા મળતા રેકૂન, જંગલી ઉંદરો કે સસલાં જેવા પ્રાણીઓથી તદ્દન અલગ છે.
કેમેરામાં આ જીવને જમીન પર અત્યંત ઝડપથી દોડતા અને ઈંટોની એક ઊંચી દીવાલ પર સરસાટ ચઢતા સ્પષ્ટ જોઈ શકાય છે. જેમે મૌસાને જણાવ્યું છે કે આ કોઈ સામાન્ય પ્રાણી નથી પરંતુ પૃથ્વી પર બહારથી આવેલો કોઈ અજાણ્યો શિકારી જીવ હોઈ શકે છે. જો કે, તેને ક્યારેય પાછળના પગ પર સીધા ઊભા રહીને ચાલતા જોવામાં આવ્યો નથી. આ જીવ વાસ્તવિક છે કે કોઈ ભ્રમણા, તેને લઈને વૈજ્ઞાનિકો વચ્ચે ભારે મંથન ચાલી રહ્યું છે, પરંતુ આ રહસ્યમય ઘટનાએ સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
