<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

સરગમ પરિવારના રાસોત્‍સવમાં ભક્‍તિ અને શક્‍તિનો સમન્‍વયઃ વડીલોએ પણ રાસની રમઝટ બોલાવી

સરગમ ક્‍લબ તેમજ મારવાડી-ચંદારાણા એજ્‍યુકેશનના સંયુક્‍ત ઉપક્રમે યોજાયેલા ‘‘સરગમી રાસોત્‍સવ'' માં મહેમાનોની ઉપસ્‍થિતિ

રાજકોટઃ સરગમ લેડીઝ કલબ   આયોજિત ગોપી રાસોત્‍સવનાં સમાપનના બીજા દિવસે યાજ્ઞિક રોડ ઉપર ડી.એચ. કોલેજનાં મેદાનમાં સરગમી રાસોત્‍સવમાં ખેલૈયાઓએ મા જગદંબાની આરાધના કરી હતી.મારવાડી-ચંદારાણા એજ્‍યુકેશનના સહયોગથી યોજાયેલા આ રાસોત્‍સવમાં સરગમ પરિવારના સભ્‍યો ઉપરાંત મારવાડી કોલેજના વિધાર્થી ભાઈ-બહેનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. ૧૫૧ જેટલા  ઇનામો પણ આપવામાં આવ્‍યા હતા.

ડી.એચ. કોલેજના મેદાનમાં આ રાસોત્‍સવ માટ બેઠક વ્‍યવસ્‍થા રાખવામા આવેલ હતી અને જડબેસલાક સિકયુરીટી પણ ગોઠવવામાં આવી હતી. સ્‍ટેજ ઉપરથી મન્‍સુર ત્રિવેદી પ્રસ્‍તુત મ્‍યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્‍ટ્રાએ ધૂમ મચાવી હતી.   સિંગર નિલેષભાઈ પંડ્‍યા, આસિફભાઈ જેરિયા, હેમંતભાઈ પંડ્‍યા, પ્રિયંકાબેન જોશી અને હિનાબેન હિરાણી(મુંબઈ) એ માતાજીનાં ગરબા રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં વજુભાઈ વાળા, લલિતભાઈ વાડોલીયા,યોગેન્‍દ્રસિંહ જાડેજા, અનુપમભાઈ દોશી, જશવંતસિંહ ભટ્ટી, મિતલભાઈ ખેતાણી, મનીષભાઈ ભટ્ટ, કમલેશભાઈ બુદ્ધભટ્ટી, સહિતના  ઉપસ્‍થિત રહ્યા હતા.

 નિર્ણાયકો તરીકે ડો.માલાબેન કુંડલિયા, જશુમતિબેન વસાણી, માયાબેન પટેલ, ગીતાબેન હિરાણી, ભૂમિકાબેન વ્‍યાસ, ભાવનાબેન મહેતા,નિતાબેન પરસાણા વગેરે એ સેવા આપેલ.

આ કાર્યક્રમમાં સરગમ ક્‍લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા મારવાડી-ચંદારાણા એજ્‍યુકેશનના ચેરમેન કેતનભાઈ મારવાડી, જીતુભાઈ ચંદારાણાનો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્‍મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, યોગેશભાઈ પુજારા, કેતનભાઈ મારવાડી, જીતુભાઈ ચંદારાણા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, કનૈયાલાલ ગજેરા, જયસુખભાઇ ડાભી, રાજેન્‍દ્રભાઈ શેઠ, રમેશભાઈ અકબરી, ધનશ્‍યામભાઈ પરસાણા, સુરેશભાઈ દેત્રોજા, ભરતભાઇ સોલંકી વગેરેએ જહેમત ઉઠાવી હતી

(2:45 PM IST)