<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

છોટાઉદેપુર નગરપાલિકામાં નવા પ્રમુખની નિમણૂક બાદ ભાજપમાં આંતરિક અસંતોષ

ભાજપના મેન્ડેટ પર જીતેલા નવનિયુક્ત પ્રમુખ રજની રાઠવા સામે નારાજગી વ્યક્ત કરતાં 17 સભ્યોએ સહી કરીને ચીફ ઓફિસરને પત્ર લખ્યો

છોટાઉદેપુર નગરપાલિકામાં નવા પ્રમુખની નિમણૂક બાદ ભાજપમાં આંતરિક અસંતોષ સામે આવ્યો છે. ભાજપના મેન્ડેટ પર જીતેલા નવનિયુક્ત પ્રમુખ રજની રાઠવા સામે નારાજગી વ્યક્ત કરતાં 17 સભ્યોએ સહી કરીને ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે. પત્રમાં બહુમતી સભ્યોની પૂર્વ મંજૂરી લીધા વિના કોઈ પણ બિલ મંજૂર ન કરવા રજૂઆત કરવામાં આવી છે. 

આ ઉપરાંત, અગાઉ ભરતી કરવામાં આવેલા કર્મચારીઓને છૂટા ન કરવા પણ માગ કરવામાં આવી છે. નવા પ્રમુખની નિમણૂક બાદ નગરપાલિકાની વિવિધ સમિતિઓ બરખાસ્ત થવાની અને તેના કારણે હાલના હોદ્દેદારોના હોદ્દા છીનવાઈ જવાની આશંકા પણ સભ્યોની નારાજગી પાછળનું એક કારણ હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે નગરપાલિકામાં ભાજપની આંતરિક ખેંચતાણ ચર્ચાનો વિષય બની છે.

(8:34 PM IST)