<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

ગુજરાતમાં જ ગરમી વધુ કેમ!

ઉત્તરના રાજયોમાં તો હવે શિયાળાનો પ્રારંભ થઇ ચૂકયો છે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. રર :.. ઉત્તર ભારતના રાજયોમાં હવે વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ ના લગાતાર આગમનને કારણે શિયાળાનો પ્રારંભ થઇ ચૂકયો છે. ત્‍યારે તેની હળવી અસર પણ ગુજરાતમાં કેમ નથી? ગુજરાતમાં સૌથી વધુ ગરમી કેમ ? વળી તેમાં યે રાજકોટ તાપમાનમાં મોખરે જોવા મળી રહ્યું છે.

વેધર વિશ્‍લેષકો તેના બે કારણો આપી રહ્યા છે. ગુજરાત નજીક બનેલ એન્‍ટી સાયકલોનને કારણે ઉત્તરના ઠંડા પવનો ઓકટોબર પુરો થવામાં છે ત્‍યારે પણ પ્રવેશી રહ્યા નથી. અને બીજુ કારણ ગુજરાત પર પવનો અરબસાગરથી વહી રહ્યા હોઇ, અરબ સાગરની ગરમ સપાટી ને પગલે ગુજરાતમાં ગરમી હજુયે જળવાઇ રહી છે. અને જયાં સુધી પવનોની દિશા ન બદલે ત્‍યાં સુધી આ ગરમીનો મુકામ યથાવત જ રહેનાર છે.

આ માસનાં અંત ભાગે અને નવેમ્‍બરના પ્રારંભે આઇએમડીના મોડેલ મેપ્‍સ મુજબ બંગાળની ખાડીની સીસ્‍ટમ ખૂબ મજબૂત બન્‍યે. પવનોની દિશા બદલ્‍યે ગુજરાતમાં વાતાવરણમાં પલ્‍ટો આવી શકે છે. વરસાદ થાય ન થાય એ હજુ અનિヘતિ પણ તે સમયે ગુજરાતમાં ગરમીમાં તો રાહત નિヘતિ ગણાશે

(1:14 PM IST)