<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

સુરતમાં તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર :ભાગળ વિસ્તારમાં માવા અને મીઠાઈની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ

તહેવાર દરમિયાન નાગરિકોને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી: લેબોરેટરીના અહેવાલ બાદ નમૂનાઓની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે.

સુરતમાં તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવ્યું છે. ચાંદની પડવા અને દિવાળીના તહેવાર દરમિયાન માવા તથા મીઠાઈની માંગ વધતી હોવાથી આરોગ્ય વિભાગે માવા અને મીઠાઈના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. સુરતના ભાગળ વિસ્તારમાં આવેલી માવા અને મીઠાઈની દુકાનોમાં અધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. 

  આ દરમિયાન માવાના નમૂના લેવામાં આવ્યા છે, જેને સીલ કરીને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે. સુરતમાં ચાંદની પડવાના દિવસે ઘારી અને ભૂસું ખાઈને ઉજવણી કરવાની પરંપરા છે, જેના કારણે આ સમયગાળામાં માવા અને મીઠાઈનો વપરાશ મોટા પ્રમાણમાં થાય છે. તહેવાર દરમિયાન નાગરિકોને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. લેબોરેટરીના અહેવાલ બાદ નમૂનાઓની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે.

(1:14 PM IST)