તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
ચોટીલા શ્રી આપાગીગાના ઓટલે બાળા ઓ દ્વારા મા ભગવતીની આરાધના
શ્રી આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ દ્વારા પાંચાળની આ ધરા ઉપર સમગ્ર સાધુ સમાજ તેમજ સમગ્ર સમાજની સેવાની ધુણી ધખાવવામાં આવેલ છેઃ ગોપાલગીરી બાપુ (જુના અખાડા) પૂ.નરેન્દ્રબાપુ દ્વારા સાધુ-સંતો અને દીકરીઓનું કંકુ તિલકથી સ્વાગતઃ જય આપાગીગા....નો નાદ ગુંજ્યો

શ્રી પંચદસનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ગોપાલગીરી મહારાજ, મહામંડલેશ્વર ઉદાસીન પંચાયતી બડાઅખાડા ૧૦૦૮ પૂજય બજંરગદાસ બાપુ, મોલડી જગ્યાના મહંત દયાનંદબાપુ, મેસરીયા જગ્યાના મહંત બંસીદાસ બાપુ, જંગવડ જગ્યાના મહંત પીરયોગી રમણનાથ બાપુ, ખેરડી જગ્યાના મહંત જગુબાપુ, ભજનમઢી ધારીના મહંત રસીકગીરી બાપુ, શાન્તુબાપુ, તેમજ જુનાગઢ ના જયદેવગીરી બાપુ શ્રી નવીનગીરી બાપુ, દીગંમ્બર ચકોરગીરી મહારાજ વિગેરે અનેક સંતો-મહંતોની ઉપસ્થિતીમાં દરેક દિકરીઓને લાણી વિતરણ તેમજ રોકડ ભેટપુજા વિતરણ : લોક ગાયક પૂનમબેન ગોંડલિયા તેમજ વિશાલ વરૂએ ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે માતાજીની ભકતી અને શકતીની આરાધના કરાવી : શ્રી આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્રબાપુ દ્વારા ગુરૂ ગેબીનાથ થી લઈ અને સતાધાર જગ્યાની મૂળ પરમ્પરાઓ મુજબ એટલે કે આવો બાપા, બેસો બાપા, જમો બાપા ના નામની અલખ જગાવી અને તેમના સદગુરૂદેવ શ્રી જીવરાજબાપુ તેમજ આપાગીગાની જગ્યાનું નામ રુડુ કરી બતાવ્યું છેઃ મહામંડલેશ્વર ૧૦૦૮ મહંતશ્રી બજરંગદાસ બાપુ : મહામંડલેશ્વરો મહંતશ્રીઓ, ખડદર્શનશ્રીઓ તેમજ રમતાપંચ સીતારામ સાધુ વગેરે દરેક સંતોને ભેટપુજા-લ્હાણી અર્પણ,તેમજ પ્રસાદમાં છપ્પન ભોગ અન્નકોટનું મહાપ્રસાદ તરીકે જમાડવામાં આવેલઃ ભાર્ગવ સોલંકી
રાજકોટઃ ‘‘શ્રી આપાગીગાના ઓટલા''ની સુવાસ ભગવાન ભોળાનાથની કૃપાથી તેમજ મા બહુચરાજીના આર્શીવાદ દ્રારકાદીશની દયા તેમજ પરમ પૂજયશ્રી આપાગીગાના આર્શીવાદ અને પરમ પૂજનીય સદગુરૂદેવ શ્રી જીવરાજબાપુની પ્રેરણા તેમજ આર્શીવાદથી સમગ્ર ભારત વર્ષમાં તેમજ દેશ વિદેશમા અનેરી ખ્યાતી પ્રાપ્ત કરનાર ૧૮ કોમ (વરણ) દરેક જ્ઞાતિની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર એટલે ‘‘શ્રી આપાગીગાનો ઓટલા'' દ્વારા નવ દીવસ સુધી નવલા નોરતા પ્રસંગે માંભગતવતીની આરાધના શ્રી આપાગીગાના ઓટલા દ્વારા દિવ્યાતિ દિવ્ય તેમજ ભવ્યાતિ ભવ્ય નવરાત્રી અનુષ્ટાન તેમજ નવરાત્રી મહોત્સવનું દર વર્ષની માફક આ વર્ષે પણ ખુબજ સુદંર રીતે શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સાધુ સંતો મહંતોનું શ્રી નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ તીલક કરી અને પૂજન કરવામાં આવેલ ત્યારબાદ માં ભગવતી સ્વરૂપ ગરબી મડંળની દીકરીઓના આગમન થતાજ દરેક દીકરીઓનું દીકરીઓ દ્રારા કંકુ ચોખા લગાડી અને પૂજન કરયા બાદ ચા-પાણી નાસ્તો કરી અને દશેરા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીની શરૂવાત કરવામાં આવી હતી. માં ભગવતીના ચરણોમાં ૫૬ ભોગ અન્નકોટ ધરાવી દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. માં ભગવતીના સ્વરૂપ દરેક દિકરીઓ તેમજ સાધુ સંતો અને તેમજ મહેમાનોને અન્નકોટ પ્રસાદ તેમજ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવેલ હતુ. જેનો દરેક બાળાઓ તેમજ આવેલ શ્રધ્ધાળુઓને મહાપ્રસાદરૂપી અન્નકોટ પ્રસાદ પીરસવામાં આવેલ હતો.
શ્રી પંચદસનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ગોપાલગીરી મહારાજ, દ્વારા આ દશેરા મહોત્સવના પ્રસંગે દરેક માં ભગવતી સ્વરૂપ દિકરીઓને તેમજ ઉપસ્થિત દરેક ગરબી મંડળના સંચાલકો આવેલ ધર્મપ્રેમી લોકો, માતાઓ, વડીલો, બહેનો, યુવાનો દરેક ઉપસ્થિત કાર્યકર્તાઓને આર્શીવચન આપેલ હતા. તેમજ શ્રી આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ માટે જણાવેલ હતુ કે અમારી આ પંચાળ ભૂમિમા નરેન્દ્રબાપુ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી સેવાની જયોત જલાવવામાં આવેલ છે. સમગ્ર સમાજના લોકો માટે તેમજ સમગ્ર ભારત વર્ષ માથી આવતા યાત્રાળુઓ શ્રધ્ધાળુઓ કોઈ ચોટિલા જવાનું હોય દ્વારકા જવાનું હોય સોમનાથ જવાનું હોય કે પછી માં આશાપુરાના મંદિર એ જવાનું હોય અથવા તો સમગ્ર સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગિરનારમાં માં અંબાજીના બેસણા હોય નવ નાથ ૮૪ સિધ્ધના જ્યાં બેસણા છે દર વર્ષે મહા શિવરાત્રીના મેળામાં જૂનાગઢ ગિરનાર ખાતે મેળામા લાખો યાત્રાળુઓ જતા હોય શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શને જતા હોય, શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારાકા જતા હોય અથવા તો નવરાત્રીમાં માં આશાપુરાના સાનિધ્યમાં કચ્છમાં જતા હોય આ દરેક યાત્રાળુઓને આવવા તેમજ જવા માટેનું મુખ્ય નાકુ એટલે શ્રી આપાગીગાનો ઓટલો જ્યાં છેલ્લાં ૧૪ વર્ષથી રાત્ર કે દિવસ જોયા વગર ૨૪ કલાક રહેવા જમવાની તેમજ ચા-પાણીની સંપૂર્ણપણે વિના મૂલ્યે સેવા એટલે શ્રી આપાગીગાનો ઓટલા ખાતે સેવાની ધૂણી ધખાવેલ છે.
મહામંડલેશ્વરશ્રી ઉદાસીન પંચાયતી બડાઅખાડા ૧૦૦૮ પૂજય શ્રી બજંરગદાસ બાપુ, દ્વારા શ્રી આપાગીગાના ઓટલા ખાતે નવરાત્રી મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહી અને સમગ્ર બાળાઓને તેમજ આ દશેરા મહોત્સવના પ્રસંગે દરેક માં ભગવતી સ્વરૂપ દિકરીઓને તેમજ ઉપસ્થિત દરેક ગરબી મંડળના સંચાલકો આવેલ ધર્મપ્રેમી લોકો, માતાઓ, વડીલો, બહેનો, યુવાનો તેમજ દરેક ઉપસ્થિત કાર્યકર્તાઓને આર્શીવચન આપેલ હતા.તેમજ વિશેષમાં જણાવેલ હતુ કે હું પોતે પણ સાધુ થયા પહેલા સતાધાર ધામની જગ્યામાં પરમપૂજનીય સતાધાર ધામના ત્યારના મહંત શ્રી શામજીબાપુ ગુરૂશ્રી લક્ષ્મણબાપુની પણ સેવા કરેલ હતી. ત્યારબાદના મહંત પરમપૂજનીય શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુની સાથે પણ રહેલ હતા. અને સતાધારમાં પણ સેવાઓ કરી હતી હાલમાં અમો સોમનાથની બાજુમાં આવેલ ભાલકા તિર્થ ખાતે શ્રી નીરાલી ખોડીયાર આશ્રમના મહંત તરીકે ઘણા વર્ષો થી દરેક સમાજની સેવા કરીએ છીએ તેમજ આવેલ યાત્રાળુઓને રહેવા તેમજ નમવાની વ્યવસ્થાઓ આપીએ છીએ.
શ્રી આપાગીગાના ઓટલા માટે તેઓ શ્રી દ્વારા જણાવવામાં આવેલ હતુ કે હાલના આ કળયુગની શરૂઆતમાં સેવા પરમો ધર્મ એટલે કે દરેક લોકોને રોટલો અને ઓટલો મળી રહે આવેલ સાધુઓને આસરો મળી રહે. શ્રી આપાગીગાની ઓટલાની પરમ્પરાઓ એટલે કે ગુરૂ ગેબીનાથ થી લઈ પંચાળની ધરા થી લઈ અને સતાધાર ધામ સુધી અને ફરી પાછું સતાધાર થી લઈ અને પંચાળની પરમ્પરાઓ સુધી એટલે કે મોલડી ગામના પાધરમાં શ્રી આપાગીગાના ઓટલાના મહંતશ્રી નરેન્દ્રબાપુ દ્વારા મૂળ પરંપરાઓને સાથે લઈ જયા ટુકડો ત્યાં હરી ટુકડો એ વાત ને સાર્થક કરી છે. અને કબીર સાહેબ એ જેમ કહ્યુ હતુ કે 'કબીર કહે કમાલ કો, દો બાતા સીખ લે કર સાહેબ કી બંદગી ઓ ભૂખે કો અન્ન દે''એટલે કે તમારા જીવનની અંદર તમારી પાસે જે કાંઈ છે તે સમગ્ર ભગવાનનું દીધેલું છે માટે ભગવાનની બંદગી કરો, પૂજા-પાઠ કરો અને ગરીબ અને જરૂરીયાત માણસોને તમારા થી જે કાંઈ બને તેવી મદદ કરો. એટલા માટે જ કીધુ છે કે ભક્તિ કરી પાતાલ મે તો આકાશ પ્રગટ હોય અને દાબી દૂબી ના રહે કસ્તૂરી કેરી વાસ એ પ્રમાણે આજે શ્રી આપાગીગાના ઓટલાની સુવાસ નવે ખંડમાં પૂજ્ય શ્રી જીવરાજ બાપુના આર્શીવાદ થી પ્રસરી રહી છે.
જગત જનની અખિલ બ્રહમાંડની અધિશ્વરી માતાના નવલા નોરતાની ઉજવણીમાં સમગ્ર ર્ધમપ્રેમી જનતા ભક્તિમય બની ચુકી છે. ત્યારે ‘‘શ્રી આપાગીગાના ઓટલે'' પણ નવરાત સુધી સતત ધાર્મિક આયોજનનો ધમધમાટ જોવા મળ્યો હતો. આ તમામ ધર્મ મહોત્સવનો રોજે રોજ લાભ લેવા માટે તમામ ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો. ત્યારે ‘‘શ્રી આપાગીગાના ઓટલો''ના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુએ આગામી દશેરાના દિવસે યોજાનારા ખાસ વિવિધ ગરબી મંડળની બાળાઓને લાહણી વિતરણ તેમજ પ્રસાદી સ્વરૂપે રોકડ (ભેટપૂજા) આપવાના ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત સંતો અને મહંતોની ખાસ હાજરીમાં લ્હાણી વિતરણ તેમજ રોકડ ભેટ આપવામાં આવેલ હતી. આ નવરાત્રી નિમિતે ચોટીલા તાલુકા, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર જીલ્લો તેમજ સૌરાષ્ટ્રની અનેક ગરબી મંડળની માં જગદંબા સ્વરૂપ હજારો બાળાઓએ શ્રી આપાગીગાના ઓટલે માં ભગવતીની આરાધના કરી અને આર્શીવાદ આપેલ હતા. તેમજ કાર્યકર્તાઓને વિશેષ મહાપ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
શ્રી આપાગીગાના ઓટલા દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી અવરત પણે ૨૪ કલાક સંપૂર્ણ વિનામુલ્યે અન્નક્ષેત્ર ધમધમી રહયું છે તથા રોજ ખુબ જ મોટી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લઈ અને અમોને આભારી કરી રહયા છે. તે બદલનો અમો તેઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ભારતીય સંસ્કૃતિ મુજબ સમગ્ર દેશની અંદર ધાર્મિક તહેવારોનું વિશેષ મહત્વ હોય તેમાં પણ માં ભગવતીની આરાધના કરવા માટે નવરાત્રી મહોત્સવમાં માતાજીની આધારના કરવામાં આવે છે. રાજકોટ, ચોટીલા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના દરેક કાર્યકર્તાઓ દ્વારા ખુબજ સહારનીય રીતે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટેની જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આ તકે ગરબી મંડળના આયોજક બહેનો ભાઇઓ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં પણ સેવાઓ આપી હતી. તે સર્વેને કાર્યકર્તાઓને નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા માં ભગવતી તેમજ ભગવાન ભોળાનાથ અને દ્વારકાધીશ ના આર્શીવાદ આપવામાં આવેલ હતા. આ દિવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેવુ મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ મહોત્સવમાં નામાંકીત લોક ગાયક પૂનમબેન ગોંડલિયા અને વિશાલ વરૂ વગેરે ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે માતાજીની આરાધના કરાવી હતી તેમના સંગીતના સુરે જગદંબા સ્વરૂપ બાળાઓએ ભવ્ય દિવ્ય વાતાવરણ જોવામાં આવ્યુ હતુ. તેમ નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (મહંતશ્રી આપાગીગાનો ઓટલો)એ અખબારી યાદીમાં જણાવાયું છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
