<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

મોગલ માતાના દર્શને જતી વખતે બોલેરોને ટ્રકે ઉલાળી દેતાં પાટણની યુવતિનું મોત

ભચાઉ નજીક ખારઇ રોડ પર બનાવઃ ૨૮ વર્ષિય આશાબેન આહિરે રાજકોટમાં સારવારમાં દમ તોડતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૨: કચ્‍છના ભચાઉ નજીક ટ્રકે બોલેરોને ઉલાળી દેતાં તેમાં બેસી મોગલ માતાના દર્શને જઇ રહેલા પાટણના સાંતલપુરના વૈવા ગામના દર્શનાર્થીઓને નાની મોટી ઇજા થઇ હતી. જે પૈકી એક યુવતિને ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇગયો છે.

જાણવા મળ્‍યા મુજબ પાટણના વૈવા ગામે રહેતાં આહિર પરિવારના લોકો કચ્‍છ ગાંધીધામમાં મોગલ માતાના દર્શને બોલેરોમાં બેસીને તા. ૨૦ના રોજ જઇ રહ્યા હતાં ત્‍યારે બપોરે સાડા બારેક વાગ્‍યે ભચાઉ નજીક ખારઇ રોડ પર બોલેરો સાથે ટ્રક અથડાતાં અકસ્‍માત સર્જાયો હતો. જેમાં પરિવારના લોકોને ઇજા થઇ હતી. જે પૈકી આશાબેન નાગદાનભાઇ આહિર (ઉ.વ.૨૮)ને ગંભીર ઇજા થતાં ભચાઉ, ગાંધીધામ સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ સવારે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભચાઉ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર આશાબેન પાંચ ભાઇ અને બે બહેનમાં બીજા નંબરે હતાં.

(11:46 AM IST)