<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

ધોરાજી પોલીસે દોઢ લાખના ઘરેણા ભરેલી બેગ શોધી કાઢી મુળ માલીકને પરત કરી

રાજકોટ તા.૨૨: ધોરાજી પોલીસે દોઢ લાખના ઘરેણા ભરેલી બેગ શોધી કાઢી મુળ માલિકને પરત કરી હતી.

ધોરાજી સીટી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં કાનજીભાઇ પોપટભાઇ કાકડીયા રહે.ધોરાજીનાઓ પોતાની દિકરીના આશરે દોઢ લાખના ઘરેણા લઈ કામ અર્થે બંસી જવેલર્સ ખાતે ગયેલ અને ત્‍યાથી ઘરે પરત ફરતી વખતે  ઘરેણાની બેગ પડી ગયેલી અને આ સોના,ચાંદીના ઘરેણા ખોવાઇ જવા અંગે અરજદારના દિકરા પોલીસ સ્‍ટેશને આવી હકીકત જણાવતા પોલીસ સ્‍ટેશનના ઙ્કણ્‍ખ્‍ષ્‍ધ્‍ ચ્‍ળ્‍ચ્‍ઙ્ઘ તથા વિશ્વાસ પ્રોજેક્‍ટના કેમેરા ચેક કરી હયુમન સોર્સ મારફતે ઉપરોકત કેમેરામાં ઘરેણા લઇ જનાર વ્‍યકિતની વિગતવારની માહિતી મેળવી તે વ્‍યકિત પાસેથી ખોવાયેલ અરજદારના બે સોના-ચાંદીના ઘરેણા (મંગળસૂત્ર) શોધી કાઢવામાં આવેલ અને જેની ખરાઈ કર્યા બાદ મૂળ માલિકને પરત સોંપવામાં આવેલ. ધોરાજી સીટી પોલીસ સ્‍ટેશન દ્વારા ખોવાયેલ કીમતી મિલકત સોના તથા ચાંદીના મંગળસૂત્ર જેની કી.રૂ.૧,૫૦,૦૦૦/- નો મુદામાલ પરત અપાવી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

આ કાર્યવાહી પીઆઇ બી.આર.પટેલ, એએસઆઇ મહેશભાઇ રૈયાભાઇ, એચસી વાસુદેવસિંહ ધનશ્‍યામસિંહ, એચસી નારણભાઇ કરશનભાઇ, એચસી કૌશિકભાઇ જગદીશભાઇ, એચસી ઇશિતભાઇ અરવિંદભાઇ, પીસી રાજુભાઈ ભોજાભાઇ, પીસી બળદેવભાઇ લખમણભાઇ તથા પીસી સંજીદાબેન યાસીનભાઇ સહિતના સ્‍ટાફે કરી હતી.

(1:14 PM IST)