તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
મુંબઈમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ અને ફટાકડાના પ્રતિબંધના ભંગ બદલ બોમ્બે હાઈ કોર્ટની લાલ આંખ: બીએમસી, પોલીસ અને એમપીસીબીના વડાઓને ૨૬ ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા ફટકારાયો આદેશ
નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવતા સત્તાવાળાઓ સામે અદાલતે માંગ્યો ખુલાસો; નિયમો માત્ર કાગળ પર હોવાનો ઉલ્લેખ કરી અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની આપી ચેતવણી.

મુંબઈ : મુંબઈ શહેરમાં દિનપ્રતિદિન વકરી રહેલા વાયુ પ્રદૂષણ અને જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવાના પ્રતિબંધના સરેઆમ ઉલ્લંઘન મામલે બોમ્બે હાઈ કોર્ટે સત્તાવાળાઓ સામે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. અદાલતે મુંબઈ મહાનગર પાલિકા (BMC), મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB) ના વડાઓને આગામી ૨૬ ઓક્ટોબરે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું છે. પ્રદૂષણ રોકવામાં અને નિયમોનો કડક અમલ કરાવવામાં અધિકારીઓની નિષ્ફળતા પર નારાજગી વ્યક્ત કરતા અદાલતે આકરા શબ્દોમાં ખુલાસો માંગ્યો છે.
સુનાવણી દરમિયાન અદાલતે સત્તાવાળાઓને ફટકાર લગાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “અથવા તો એક સોગંદનામું દાખલ કરો કે અમે લાચાર છીએ, અમને આદેશોનું પાલન કરવામાં કોઈ રસ નથી અને નાગરિકોના સ્વાસ્થ્યની પણ કોઈ ચિંતા નથી, અથવા તો આ બાબતે કડક પગલાં લો.” મુંબઈમાં પ્રદૂષણનું સ્તર હવે દિલ્હી કરતાં પણ વધી ગયું હોવાનું નોંધતા અદાલતે ચેતવણી આપી હતી કે જો આ પ્રકારની ઘોર બેદરકારી ચાલુ રહેશે, તો સંબંધિત અધિકારીઓને સીધા જવાબદાર ઠેરવવામાં આવશે અને તેમની સામે અદાલતની અવમાનના (Contempt of Court) ની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
અગાઉ ૨૨ સપ્ટેમ્બર અને ૧૫ ઓક્ટોબરે આપવામાં આવેલા વિગતવાર નિર્દેશોનો હવાલો આપતા હાઈ કોર્ટે ટીકા કરી હતી કે સત્તાવાળાઓ રસ્તાઓ, શેરીઓ અને ફૂટપાથ પર ફટાકડા ફોડવા પરના પ્રતિબંધ અંગે સામાન્ય જાહેર સૂચનાઓ જારી કરવામાં પણ નિષ્ફળ રહ્યા છે. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે માત્ર કાગળ પર આદેશો હોવાનો આખરે અર્થ જ શું છે? આ સાથે જ પોલીસ કમિશનરને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તમામ પોલીસ સ્ટેશનના પ્રભારીઓને આ આદેશોની કડક અમલવારી કરવા સૂચના આપવામાં આવે. બાંધકામ સંબંધિત પ્રદૂષણ અને ગેરકાયદે ડમ્પિંગ સામે પણ અસરકારક કાર્યવાહીના અભાવ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
