તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 22nd October 2026
ભરૂચની ચર્ચિત જામા મસ્જિદના ઐતિહાસિક અસ્તિત્વને લઈને ચાલી રહેલા વિવાદ મામલે હાઇકોર્ટમાં સુનાવણી
અરજદારોએ મૂર્તિ અને ઐતિહાસિક સ્મારકના સ્તંભોને નુકસાન થતું હોવાની રજૂઆત કરીને ભગવાન મલ્લિનાથની મૂર્તિને તાત્કાલિક સુરક્ષા આપવાની માગ કરી

ભરૂચની ચર્ચિત જામા મસ્જિદના ઐતિહાસિક અસ્તિત્વને લઈને ચાલી રહેલા વિવાદ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. અરજદારોનો દાવો છે કે જામા મસ્જિદ તરીકે ઓળખાતું સ્થળ વાસ્તવમાં પ્રાચીન જૈન મંદિર હતું અને તેને અશ્વબોધ તીર્થ અથવા શકુનિકા વિહાર તરીકે ઓળખવામાં આવતું હતું. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા જૈન મંદિરને ખોટી રીતે મસ્જિદ તરીકે નોંધવામાં આવ્યું હોવાનો પણ અરજદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં, જૂન 2026માં સ્થળના ભોંયરામાંથી ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવાના સમર્થનમાં કોર્ટ સમક્ષ વીડિયો લિંક પણ રજૂ કરવામાં આવી છે. અરજદારોએ મૂર્તિ અને ઐતિહાસિક સ્મારકના સ્તંભોને નુકસાન થતું હોવાની રજૂઆત કરીને ભગવાન મલ્લિનાથની મૂર્તિને તાત્કાલિક સુરક્ષા આપવાની માગ કરી છે. અગાઉની સુનાવણી દરમિયાન આ મામલે ASIના નિષ્ણાત અધિકારીને કોર્ટમાં હાજર રાખવા અંગે પણ સૂચન કરવામાં આવ્યું હતું. હવે આ વિવાદમાં કોર્ટની સુનાવણી અને આગળની કાર્યવાહી પર સૌની નજર છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
