તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) રાસોત્સવ મેગા ફાઈનલમાં ગ્રાઉન્ડ બન્યું જાણે ખેલૈયાઓનું સમરાંગણ
વિજેતાઓને બાઈક સ્કુટર ગોલ્ડ ચેઈન, ગીની, ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી સહીતનાં લાખેણા ઈનામો એનાયત કરવામાં આવ્યા

રાજકોટઃ જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્સવ-૨૦૨૬ નાં અંતિમ દિવસે એટલે કે વિજયા દશમીનાં મેગા ફાઇનલમાં વિજેતા ખેલૈયાઓને બાઈક, સ્કુટર, ગોલ્ડ ચેઈન, ગીની, ફ્રીજ, વોશિંગ મશીન, જેવા અનેકવિધ ઈનામો આપવામાં આવ્યા હતા. આ તકે જૈનમનાં કમીટી મેમ્બરો વચ્ચે લક્કી ડ્રો યોજવામાં આવ્યો હતો અને તેમા વિજેતા થનાર ને રીવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.
મેગા ફાઈનલમાં રોલેકસ રીંગ્સનાં મનીષભાઈ મડેકા મુકેશભાઈ દોશી (મોર્ડન), શેઠ બીલ્ડર્સનાં મુકેશભાઈ શેઠ, આર.કે. ગ્રુપનાં સર્વાનંદભાઈ સોનવાણી, જાણીતા બિલ્ડર પરેશભાઈ પારેખ, વાસુકી ગ્રુપનાં બંકીમભાઈ, જૈન અગ્રણી દિલીપભાઈ વસા, દિપકભાઈ કોઠારી (ડી.કે.) સહીતનાં ઉપસ્થિત રહયા હતા.
મેગા ફાઈનલ રાઉન્ડમાં બેસ્ટ પ્લેયર સિનીયર પ્રિન્સ કેટેગરીમાં બાઈકનાં વિજેતા પર્વ દફતરી, ગોલ્ડ પેડન્ટનાં વિજેતા યશ મહેતા, ગોલ્ડ કોઈનનાં વિજેતા ધ્યેય શેઠ, ફ્રીઝનાં વિજેતા પિયુષ જૈન, વોશીંગ મશીનનાં વિજેતા હીત કોઠારી, ૩૨ ઈંચ ટીવીનાં વિજેતા ધવલ કોઠારી, એર ફ્રાયર તથા બેગનાં વિજેતા યુગ શેઠ, લેપટોપ કુલીંગ પેડ + દોહર+ગીફ્ટ વાઉચર મેળવનાર વિજેતા હીત શાહ, પ્રિયાંશુ શાહ, સન્ની બાટવીયા જાહેર કરાયા હતા. જ્યારે બેસ્ટ પ્લેયર સિનીયર પ્રિન્સેસ કેટેગરીમાં સ્કુટરનાં વિજેતા જીયા મહેતા, ગોલ્ડ પેડન્ટનાં વિજેતા ઈશીતા માવાણી, ગોલ્ડ કોઈનનાં વિજેતા મેઘા દોમડીયા, ફ્રીઝનાં વિજેતા અમી કોઠારી, વોશીંગ મશીનનાં વિજેતા વિધી કોઠારી, ૩૨ ઈંચ ટીવીનાં વિજેતાઝલક પારેખ, એર ફ્રાયર તથા બેગનાં વિજેતા વિરાંશી ડેલીવાળા, લેપટોપ કુલીંગ પેડ+ દોહર+ ગીફ્ટ વાઉચર મેળવનાર ધાર્મિ દોશી, ધ્યાના શાહ, યસ્વી ધોળકીયાને વિજેતા જાહેર કરાયા હતા.
મેગા ફાઈનલ રાઉન્ડમાં બેસ્ટ પ્લેયર જુનીયર પ્રિન્સ કેટેગરીમાં ગોલ્ડ ચેઈન જેનીલ ગાંધી, મોબાઈલ દેવાંશુ વોરા, ૩૨ ઇંચ ટીવી ભવ્ય શેઠ, સાઈકલ તથા ગોગલ્સ જૈનમ દેસાઈ, એરકુલર+ ગોગલ્સ વિર મહેતા, એકઝીકયુટીવ બેગ +ગોગલ્સ કવિશ શાહ અને નિર્મિત શાહ, લેપટોપ કુલીંગ પેડ+ગોગલ્સ+ગીફ્ટ વાઉચર મેળવનાર પર્વ શાહ, મન મહેતા, મોનીલ મહેતાને વિજેતા જાહેર કરાયા હતા. મેગા ફાઈનલ રાઉન્ડમાં બેસ્ટ પ્લેયર જુનીયર પ્રિન્સેસ કેટેગરીમાં ગોલ્ડ ચેઈન કીયારા ઝાટકીયા, મોબાઈલ જીનલ ઝાટકીયા, ૩૨ ઇંચ ટીવી સૌમ્યા શેઠ, સાઈકલ તથા ગોગલ્સ દ્રષ્ટી શાહ, એરકુલર ગોગલ્સ ઉર્મિ પારેખ, એકઝીકયુટીવ બેગ ગોગલ્સ રાહી મણીયાર અને નૈત્રી ઝાટકીયા, લેપટોપ કુલીંગ પેડ ગોગલ્સ ગીફ્ટ વાઉચર મેળવનાર અમી ભોડીયા, માન્યા શાહ, કેસ્વી મહેતાને વિજેતા જાહેર કરાયા હતા.
આર. આર. જવેલર્સ, જીતુભાઈ મારવાડી, અમીતભાઈ જૈન, આઉટ ઓફ ધ બોકસ, ગેલેકસી સાઈકલ, મીહીરભાઈ શેઠ, જેડીઝ આઈ કેર, વિજય ઈલેકટ્રોનિકસ, વર્ઝન કોમ્પ્યુટર, લેપટોપ ઝોનનોસહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાાયું છે.
વિજેતા ખેલૈયાઓને મુકેશભાઈ દોશી (મોર્ડન) અને વૈશાલીબેન દોશી, મનીશભાઈ મડેકા, રેખાબેન મડેકા, નમીતાબેન મડેકા, પીનાકીનભાઈ મડેકા, શૈલેષભાઈ માંઉ, નિપુણભાઈ દોશી, અશોકભાઈ વોરા, દિપ્તીબેન કોઠારી, સેજલભાઈ કોઠારી, જીતુભાઈ મારવાડી, વિભાશભાઈ શેઠ, સુજીતભાઈ ઉદાણી, દર્શનભાઈ શાહ, મેહુલભાઈ દામાણી, અમીષભાઈ દોશી, મીલેશભાઈ મહેતા, ચીરાગભાઈ દોશી, આકાશભાઈ મહેતા, કેતનભાઈ દોશી, ભાવિકભાઈ શાહ, પ્રશાંતભાઈ સંઘવી, હીતેશભાઈ મહેતા, વૈભવભાઈ સંધવી, અમીષભાઈ દેસાઈ, નિલેશભાઈ દેસાઈ, જયેશભાઈ મહેતા, કેવીનભાઈ ઉદાણી, અમીતભાઈ દોશી, નીલેશભાઈ ભાલાણી, ભાવિનભાઈ ઉદાણી, રૂષીભાઈ વસા, હાર્દિકભાઈ કોઠારી, ધર્મેશભાઈ શાહ, જીનેશભાઈ મહેતા વિગેરેનાં હસ્તે ઈનામો વિતરણ કરાયા હતા
(3:00 PM IST)










