<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

રાજકોટના સરકારી વકીલ કમલેશ ડોડીયાનો જન્‍મદિવસ

રાજકોટઃ અહીંના એ.જી.પી. એન્‍ડ એ.પી.પી. કમલેશ બી. ડોડીયાનો આજે જન્‍મ દિવસ છે. તા. રર-૧૦-૭પના રોજ તેઓનો જન્‍મ થયેલ. તેઓનું મુળ વતન સુરેન્‍દ્રનગર જીલ્લાના ચુડા ગામે આવેલ છે. એલએલ.બી.નો અભ્‍યાસ પુરો કર્યા બાદ રાજકોટને કર્મભુમિ બનાવી વકીલાત ક્ષેત્રે પોતાની કારકીર્દી શરૂ કરી હતી.

બાળપણથી તેઓ આર.એસ.એસ.ની વિચાર ધારા સાથે સંઘમાં જોડાયા હતાં. ૧૯૯૩ ની ૯૬ દરમ્‍યાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલ અને ઉતરોતર પ્રગતિ કરી વકીલાત શરૂ કર્યા બાદ ભાજપ લીગલ સેલમાં જોડાયા હતાં હાલમાં તેઓ શહેર    ભાજપ    લીગલ સેલમાં સહ સંયોજક તરીકે સેવા આપી રહ્યા છે.

સને ર૦રર ની વિધાનસભાની ચુંટણી સમયે તેઓ સૌરાષ્‍ટ્ર ઝોનના સહ ઇન્‍ચાર્જ તરીકે સુરેન્‍દ્રનગર, મોરબી, બોટાદ જીલ્લાની આચાર સંહિતા વિભાગની જવાબદારી સંભાળી હતી, આજે તેઓના જન્‍મ દિવસ નિમિતે સગા સ્‍નેહીઓ, મિત્રો, વકીલ વર્તુળો દ્વારા તેઓના મો.નં. ૯૮રપ૦ પ૩૮૩૩ ઉપર જન્‍મ દિવસની શુભકામના પાઠવી રહ્યાં છે.

(1:19 PM IST)