તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
તમે ૩૦ વર્ષ સુધી સત્તામાં નહીં આવોઃ રાહુલ ગાંધી-કેજરીવાલની નકારાત્મક રાજનીતિથી દેશ કંટાળ્યો
અમિત શાહના વિપક્ષ પર આકરા પ્રહારોઃ મત ચોરીનો હોબાળો ઘુસણખોરોને બચાવવાનો પ્રયાસઃ પંજાબમાં આપ સરકારનો ખાતમો નિશ્ચિત : દિલ્હીમાં રૂ.૮,૯૪૧ કરોડના દિલ્હી જલ બોર્ડના ૪૩ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરતા ગળહમંત્રીઃ મે ૨૦૨૯ સુધીમાં યમુના નદી સંપૂર્ણ સ્વચ્છ થશેઃ રૂ.૮,૯૪૧ કરોડના યમુના શુદ્ધિકરણ પ્રોજેક્ટ્સનો પ્રારંભ

નવી દિલ્હી, તા.૨૨: રાજધાની દિલ્હી ખાતે આયોજિત એક વિશાળ જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહે વિપક્ષી દળો, ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે આક્રમક વલણ અપનાવતા મોટો રાજકીય પ્રહાર કર્યો છે. અમિત શાહે દાવો કર્યો હતો કે વિપક્ષની નકારાત્મક રાજનીતિના કારણે દેશની જનતા તેમને સતત નકારી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર સીધો નિશાનો સાધતા તેમણે કહ્યું કે, ચૂંટણીમાં હાર દેખાતા જ બંધારણીય સંસ્થાઓ પર દોષારોપણ કરવું અને ‘મત ચોરી'નો હોબાળો મચાવવો એ માત્ર ઘુસણખોરોની વોટબેંક સાચવવાનો ભયાવહ પ્રયાસ છે. તમે જે -કારની નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છો તેનાથી આગામી ૩૦ વર્ષ સુધી તમારો વારો આવવાનો નથી. કોંગ્રેસની માનસિકતા પર કટાક્ષ કરતા શાહે ઉમેર્યું હતું કે, જ્યાં કોંગ્રેસ જીતે છે ત્યાં ચૂંટણી પંચ સારું કામ કરે છે અને જ્યાં હારે છે ત્યાં ચૂંટણી પંચ ખામીયુક્ત દેખાવા લાગે છે. આ સાથે તેમણે ‘આપ' સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં માત્ર આંદોલન અને પ્રદર્શનોની રાજનીતિ કરનાર આપને પંજાબની જનતા આગામી ચૂંટણીમાં ઉથલાવીને યોગ્ય જવાબ આપશે. દિલ્હીના કચરાના વિશાળ પહાડો દૂર કરીને ત્યાં ટૂંક સમયમાં સુંદર જાહેર બગીચાઓ બનાવવાની પણ તેમણે ખાતરી આપી હતી.
દ્વારકા ખાતેથી દિલ્હી જલ બોર્ડના ૪૩ વિકાસકામોની ભેટઃ ઓખલામાં ૧૨૪ MGDનો નવો STP પ્લાન્ટ અને ૧,૦૩૪ કિમી લાંબી સીવર લાઇનથી દિલ્હીવાસીઓને મળશે રાહત.
ગળહમંત્રી અમિત શાહે દિલ્હીના દ્વારકા ખાતેથી દિલ્હી જલ બોર્ડના રૂ.૮,૯૪૧.૨૨ કરોડના ખર્ચે તૈયાર થનારા ૪૩ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદ પરવેશ વર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત રૂ.૨,૮૨૭.૧૧ કરોડના ૧૦ પૂરા થયેલા કામોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું, જેમાં ઓખલા ખાતે ૧૨૪ પ્ઞ્ઝ ક્ષમતા ધરાવતો નવો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મુખ્ય છે. આ ઉપરાંત રૂ.૬,૧૧૪.૧૧ કરોડના ખર્ચે બનનારા ૩૩ નવા વિકાસકામોનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ વિરાટ યોજના હેઠળ દિલ્હી અને આસપાસના વિસ્તારો માટે ૧,૦૩૪ કિલોમીટર લાંબી નવી સીવર લાઇન નાખવામાં આવશે, જેનાથી આશરે ૨૫.૮ લાખ લોકોને સીધો ફાયદો થશે. સાથે જ ચાંદરાવલ ખાતે ૪૭૭ પ્ન્ઝ ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. આ તકે ગળહમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતળત્વમાં દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર મળીને યમુના નદીને પ્રદૂષણ મુક્ત કરવા માટે ૪૦%થી વધુ કામગીરી પૂર્ણ કરી ચૂકી છે, અને આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ્સ દિલ્હીના પીવાના પાણીના માળખા અને યમુનાની સ્વચ્છતા માટે કરોડરજ્જુ સમાન પુરવાર થશે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
