તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
વિસાવદરના દિગમ્બર આશ્રમે શરદ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન: તડામાર તૈયારીઓ
મહોત્સવમાં ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદ, રાસ-ગરબા તથા આઈસક્રીમની વ્યવસ્થા

વિસાવદર :વિસાવદરતા.શરદ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે શ્રી દિગમ્બર આશ્રમ, મુ. કુબા, તા. વિસાવદર ખાતે આગામી તા. ૨૫ઓક્ટોબર, ૨૦૨૬, રવિવારના રોજ શરદ પૂર્ણિમા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદ, રાસ-ગરબા તથા આઈસક્રીમની વ્યવસ્થા રાખવામાં આવી છે. સાંજે ૭:૦૦ કલાકથી ભોજન પ્રસાદનો પ્રારંભ થશે.ત્યારબાદ સુર,સંગીતના સથવારે ભક્તિભાવ અને આનંદના માહોલમાં યોજાનારા શરદ પૂર્ણિમા મહોત્સવમાં સૌ ભાવિક ભક્તો સહભાગી બની શકે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શરદ પૂર્ણિમાના આ પાવન પર્વે કુબા તથા આસપાસનાં ગામોના ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો, વડીલો અને યુવા મિત્રો સહિત સર્વે ભાવિક ભક્તોને પરિવાર સાથે પધારી ભોજન પ્રસાદનો લાભ લેવા તથા રાસ-ગરબામાં સહભાગી બની મહોત્સવની શોભા વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે. જેમાં તા.૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ને રવિવારના રોજ ભોજન પ્રસાદનો સમય: સાંજે ૭:૦૦ કલાકે રાખવામાં આવેલ છે અને ત્યારબાદ ભોજન પ્રસાદ, રાસ-ગરબા અને આઈસક્રીમ વિગેરે રાખવામાં આવેલ હોવાનું શ્રી દિગમ્બર આશ્રમ, મુ. કુબા, તા. વિસાવદરના
મહંત શ્રી આનંદ ગીરી મહારાજ
ગુરુ શ્રી કેશવ ગીરી મહારાજ
તથા સર્વે સેવકગણ તરફથી આ પવિત્ર મહોત્સવમાં સર્વે ભાવિક ભક્તો પધારી ધર્મલાભ મેળવે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ કમિટીઓ બનાવી તેની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
