<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

ભાવનગરમાં વિભાવરીબેન દવેનું અન્‍યથી અનોખુ આયોજનઃ વડીલો રંગબેરંગી ડ્રેસ પહેરીને મન મૂકીને ગરબે રમ્‍યા

ભાવનગરમાં પુર્વ રાજય મંત્રી શ્રીમતી, વિભાવરીબેન દવે દ્વારા સંચાલીત ‘માવતર' સંસ્‍થા દ્વારા આયોજીત રાસોત્‍સવમાં

ભાવનગર, તા., રરઃ રાજયના પુર્વમંત્રી અને ભાવનગરના ભાજપના પુર્વ ધારાસભ્‍ય શ્રીમતી વિભાવરીબેન દવે દ્વારા સંચાલીત વૃધ્‍ધો માટેની જાણીતી સંસ્‍થા ‘માવતર' દ્વારા નવરાત્રીમાં રાસોત્‍સવ યોજાયેલ જેમાં વૃધ્‍ધ માવતરો મન મુકીને રાસ રમ્‍યા હતા.

ભાવનગરમાં માવતરની દીકરી તારીખે વડીલોના હૃદયમાં સ્‍થાન મેળવનાર વિભાવરીબેન છેલા ૨૫ વર્ષથી માવતરની સેવા કરે છે. એમને જીવનનો આનંદ મેળવવા મળે એવા પ્રયત્‍નો કરે જેમાં સૌથી પ્રખ્‍યાત નાના મોટા યુવાનો વળધ્‍ધોના હૈયે વસેલો માવતર ગરબામાં તો વડીલો મન મૂકી ગરબે રમે ૬૦વર્ષ થી ઉપરના હોય ૮૦,૮૨,૮૭, ના વડીલો તો યુવાનોને શરમાવે એવા ડ્રેસિંગ સાથે આવે અને મન મૂકી નાચે તીન તાલી હોય કે હીંચ હોય કે પછી હમ્‍બો હમ્‍બો વિછુડો હોય કયાંય પાછા ના પડે અને ડાકલા વાગે ત્‍યારે ખરેખર માતાજી આવ્‍યા હોય એવો માહોલ જામ્‍યો હતો.

આ વર્ષે વિભાવરીબેને એસી હોલમાં આયોજન ગોઠવેલું વડીલોને વાવાઝોડા વરસાદના અનિヘતિ વાતાવરણમાં સુવિધા જોઇએ એ પણ વડીલોને ગરમી પરસેવો ન થાય માટે એસી હોલ હોય વળી આ હોલ પર પહોંચવા એસીબસ હોય પછી પૂછવું શું ?

વડીલો કહે અમને વિભાવરીબેન બહુ લાડ લડાવે દર વખતે નવું જ હોય અમને પણ આヘર્યમાં નાખી દે એવુ સરસ આયોજન ગોઠવે મજા પડી જાય છે.

પ્રતિભાબેન રાજપુરા ઉ.વ ૮૨, ગિરીશભાઈ  અંધારિયા ઉ.વ ૮૫, હિંમતભાઈ લશ્‍કરી સજોડે ડ્રેસિંગ પણ સજોડે કરે સરખું જ કરે, ભાવનાબેન ખીરસીયા મહિષાસુર બને તો બીજા માતાજી બને, સાક્ષાત દુર્ગા બની બહુચરાજીના ભગત પણ હોય. આ વર્ષનો રાસોત્‍સવ વિશેષ યાદગાર બની રહયો હતો.

(11:29 AM IST)