<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

Jio IPO દિવસ ૨: અત્‍યાર સુધીમાં ૩.૭૮ વખત સબસ્‍ક્રાઇબ રિટેલ સંપૂર્ણપણે સબસ્‍ક્રાઇબ

મુંબઇ તા.૨૨: રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝની માલિકીના Jio પ્‍લેટફોર્મ્‍સ IPO ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુરુવારે બોલી લગાવવાનો બીજો દિવસ હતો, અને બપોરે ૧૨:૩૦ વાગ્‍યા સુધીમાં, IPO ૩.૭૮ વખત સબસ્‍ક્રાઇબ થયો હતો. રિટેલ રોકાણકારોનો ભાગ હવે ૧૦૦% સબ્‍સ્‍ક્રાઇબ થયો છે, જેને બોલી લગાવવામાં ૧.૧૮ ગણી બોલી મળી છે. ક્‍વોલિફાઇડ ઇન્‍સ્‍ટિટ્‍યૂશનલ બાયર્સ (QIB) ભાગને સૌથી વધુ બોલી મળી, જેમાં લગભગ ૯.૬૦ ગણું સબ્‍સ્‍ક્રિપ્‍શન (એક્‍સ-એન્‍કર) મળ્‍યું. નોન-ઇન્‍સ્‍ટિટ્‍યૂશનલ ઇન્‍વેસ્‍ટર્સ (NII) શ્રેણીને ૩.૦૫ ગણું સંપૂર્ણ સબ્‍સ્‍ક્રાઇબ થયું છે. Jio IPO ૨૧ ઓક્‍ટોબરના રોજ ખુલ્‍યો, અને રોકાણકારો ૨૩ તારીખ સુધી બોલી લગાવી શકે છે. Jio ના IPO ને એન્‍કર રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્‍યો, જેમણે IPO પહેલા રૂા.૮,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. આ દેશનો અત્‍યાર સુધીનો સૌથી મોટો IPO છે. કંપની આ ઓફર દ્વારા રૂા.૩૦,૦૦૦ કરોડ એકત્ર કરવા માંગે છે

(3:34 PM IST)