<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીને શ્રધ્‍ધાસુમન અર્પતા હર્ષ સંઘવી

રાજકોટઃ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્‍મભૂમિ ચોટીલા (જિ. સુરેન્‍દ્રનગર) સ્‍થિત રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પોલીસ વિશ્રામ ગળહની મુલાકાત લઈને ગુજરાત રાજ્‍યના નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ ભાવભર્યું સ્‍વાગત કર્યું હતું. સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસના આ વિશેષ આયોજનમાં રાજકોટ રેન્‍જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઈપીએસ), સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટર જી. એચ. સોલંકી (આઈએએસ), જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક (આઈએએસ), જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (આઈપીએસ), મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા (આઈપીએસ) અને વેદિકા બિહાની (આઈપીએસ), નાયબ પોલીસ અધિક્ષક એસ. એસ. ભદોરીયા, વિશાલભાઈ રબારી, નિકુંજભાઈ પટેલ અને પાર્થભાઈ પરમાર, ચોટીલા મામલતદાર ઉપેન્‍દ્રસિંહ વાઘેલા, પોલીસ ઈન્‍સપેકટર મોરી, જે. એમ. સોલંકી અને જે. કે. રાઠોડ તેમજ ભાજપ  પ્રદેશ મહામંત્રી અને ચોટીલાના વતની હિતેન્‍દ્રસિંહ ચૌહાણ, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ સંઘના પ્રમુખ અને સૌરાષ્‍ટ્ર રચનાત્‍મક સમિતિના મંત્રી પરાગભાઈ ત્રિવેદી, પર્યાવરણ-પ્રેમી બ્રીજભાઈ ઠક્કર (દિલ્‍હી), શિક્ષણવિદ અને શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટના કિરીટસિંહ રહેવર (મામા), વાલજીભાઈ પિત્રોડા સહિત પોલીસ-પરિવારની મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિતિ રહી હતી.  સેવાભાવીઓ પરાગભાઈ ત્રિવેદી, બ્રીજભાઈ ઠક્કર, કિરીટસિંહ રહેવર (મામા) તથા વાલજીભાઈ પિત્રોડાનું નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અભિવાદન પણ કરવામાં આવ્‍યું હતું. ગુજરાત સરકાર દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત એમના જીવન અને કાર્ય સાથે સંકળાયેલા વિવિધ ઐતિહાસિક સ્‍મળતિ-સ્‍થળોનો સુયોગ્‍ય વિકાસ કરવામાં આવી રહ્યા છે તે બદલ પિનાકી મેઘાણીએ ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયથી આભાર માન્‍યો હતો.(૨૩.૧૫)

 આલેખન

પિનાકી નાનકભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(2:47 PM IST)