<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

દિવાળી પહેલા પોલીસનો ‘સરપ્રાઇઝ બોમ્‍બ': એક ઝાટકે ૩૦ પીધેલા, ૧૫ છરી સાથે અને ૬ દેશી દારૂ સાથે ‘લોકઅપમાં'

શહેર પોલીસની ટીમોએ મોડીરાત સુધી અલગ-અલગ વિસ્‍તારોમાં ચેકીંગ કર્યુ : નવરાત્રી-દશેરા પુરા થતાની સાથે જ શહેર પોલીસનું દિવાળી પહેલા ‘સફાઇ અભિયાન' શરૂ : અચાનક ચેકીંગથી અસામાજીક તત્‍વો ‘અંન્‍ડર ગ્રાઉન્‍ડ'!

રાજકોટ, તા.૨૨: શહેરમાં નવરાત્રી અને દશેરાના તહેવાર પૂર્ણ થતાની સાથે જ  શહેર પોલીસે દિવાળી પહેલા ‘સફાઇ અભીયાન' શૂર કર્યુ હોય તેમ એકાએક ‘સરપ્રાઇઝ ડ્રાઇવનો બોમ્‍બ' ફોડી અલગ-અલગ વિસ્‍તારોમાં ચેકીંગ હાથ ધરી દારૂ પી વાહન લઇને નિકળેલા ૨૪, છરી લઇને  ફરતા ૧૫, દારૂ પી લટાર મારવા નિકળેલા છ અને દેશી દારૂ સાથે ૩ મહિલાઓ સહિત છ ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

દારૂપી વાહન લઇને નિકળેલા ૨૪ પકડાયા

એ-ડીવીઝન પોલીસે ટાગોરરોડના છેડેથી ઇશાન રાહુલભાઇ ગોૈસ્‍વામીને , રામનાથ પરામાંથી  ઇદ્રીશ અલીભાઇ શેખને, જુની જેલના જાપા પાસેથી મનસુખ બચુભાઇ બારૈયાને, સિવિલ હોસ્‍પિટલ ચોકમાંથી આકાશ રાજુભાઇ ગુરૂનાણીને, બી-ડીવીઝન પોલીસે કેસરી પુલ નીચેથી કમલેશ બાબુભાઇ સોલંકીને, પેડક રોડ પર સેટેલાઇટ ચોક પાસેથી સંદીપ માવજીભાઇ મોટાણીને, કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર પાસેથી માનસુખ રઘુભાઇ મેટાળીયને,નવા ગામ ગોડાઉન રોડ પરથી ધર્મેન્‍દ્ર જવાહરલાલ શર્માને રૂડા ટ્રાન્‍સપોટનગરમાંથી અજય ધર્મેન્‍દ્રભાઇ પ્રજાપતિને, દેવનગરના ઢોરા પાસેથી ક્રિપાલ બાબુભાઇ દેવાતકાને, ભકિત નગર પોલીસે ઢેબર રોડ નારાયણનગર પાસે થી પરેશ જેરામભાઇ બુસાને, દેવપરા ચોક શાકમાર્કેટ પાસેથી અશ્વીન મનસુખભાઇ ધાડવીને થોરાળા પોલીસે ૮૦ ફૂટ રોડ પરથી રવી કિશોરભાઇ માનસુરીયાને, પ્ર.નગર પોલીસે ગાયકવાડીમાંથી સુનીલ  પરસોતમભાઇ સાવલાણીને  બહુમાળી ભવન ચોક પાસેથી કરણ પરસોતમભાઇ વાણેકીયાને, ગાંધીગ્રામ પોલીસે છોટુનગર મેઇન રોડ પરથી ભીમ બહાદુર મોનસીંગ વિશ્વકર્માને,  શીતલપાર્ક મેઇન રોડ પરથી સોહીલ સિકંદરભાઇ ખીરાને, યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્‍પિટલ પાસેથી અનીલ આમભાઇ સોલંકીને  આકાશવાણી ચોકમાંથી અનીલ દનેશીભાઇ માડલયાને, માલીવીયાનગર પોલીસે નાના મવા, મેઇન રોડ પરથી સુખદેવસિંહ જામભાઇ જાડેજાને  તાલુકા પોલીસે કાલાવડ રોડ પર એ.જી. ચોક નજીકથી રમેશ ધજાભાઇ કાઇનીને  આજી ડેમ પોલીસે કોઠારીયા ગામના ગેઇટ પાસેથી મયુર રમેશભાઇ વાઘેલાને,  સાંઇબાબા સર્કલ પાસેથી સુનીલ પ્રવિણભાઇ જીલીયાને  યુનિવર્સિટી પોલીસે આકાશવાણી ચોક પાસેથી મયુર કાંતીભાઇ સોલંકીને પકડી લીધા હતા.

 છરી સાથે ૧પ ઝપટે ચડયા

એ-ડીવીઝન પોલીસ રામનાથપરામાં ભવાનીનગરમાંથી રાજુકુમાર મલીકને, લોહાનગરમાંથી પ્રવિણ રત્‍નાભાઇ  ચૌહાણને, ત્રિકોણબાગ પાસેથી દાનીશ જુબેરાભાઇ દસાણીયાને, ગરૂડ ગરબી ચોક પાસેથી સહાડેબ હેમબરામ બૈદ્યનાથ હેલરામને, જીલ્લા ગાર્ડન ચોક પાસેથી જયદેબ વેસરા ભવર વેસરાને, પ્ર.નગર પોલીસે જામટાવર ચોક પાસેથી સંજય રાજુભાઇ પરમારને રૂખડીયાપરામાંથી ગણેશ કારીભાઇ સાહજાને, ગાંધીગ્રામ પોલીસે ઘંટેશ્વર રપ વારીયા પાસેથી ફારૂક બસીરભાઇ મલેકને, યુનિવર્સિટી પોલીસે રૈયાધારમાંથી સાગર નાગજીભાઇ ઘુરકાને, માલવીયાનગર પોલીસે કે. કે. વી. ચોક, પાસેથી ધર્મેશ સુરેશભાઇ રત્‍નેશ્વરને, બી ડીવીઝન પોલીસે મોરબી રોડ પરથી દિપક ભરતભાઇ સરવૈયાને, આજી ડેપ પોલીસે સરધાર ગામેથી મનસુખ નાનજીભાઇ પરમારને, તાલુકા પોલીસે કાલાવડ રોડ પર એ. જી. ચોક પાસેથી હકીમ ઇસ્‍માઇલભાઇ બુકેરાને, સ્‍પીડેવલ ચોક પાસેથી વિય હંસરાજભાઇ રાઠોડને, વાવડી ગામ મેઇન રોડ પરથી હુસેનઅલી ગુલેબભાઇ ફકીરને પકડી લીધા હતાં.

દારૂ પી લટાર

મારતા છ પકડાયા

એ. ડીવીઝન પોલીસે ટાગોર રોડના છેડેથી દિનેશભાઇ ભુરાભાઇ પરમારને, બી ડીવીઝન પોલીસે પેડક રોડ પર સેટ લાઇટ ચોક પાસેથી કલ્‍પેશ અમૃતલાલ અંબાસણાને, કુવાડવા પોલીસે નવાગામ ગોડાઉન પાસેથી રૂદલ સદામ બ્રીજ પાસે, ભકિતનગર પોલીસે સોરઠીયાવાડી સર્કલ નજીકથી રાજેશ નરશીભાઇ કાકડીયાને અને શૈલેષ નરશીભાઇ કાકડીયાને, ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ પર હનુમાનમઢી ચોક પાસેથી બળવંત રમેશભાઇ ચૌહાણને પકડી કાર્યવાહી કરી હતી.

ત્રણ મહિલા સહિત છ

દેશી દારૂ સાથે ઝબ્‍બે

બી ડીવીઝન પોલીસે ગ્રીનલેન્‍ડ ચોકડી પાસેથી સુભાષ પ્રવિણભાઇ ગોહેલને ૩ લીટર દેશી દારૂ સાથે, કુવાડવા પોલીસે નવાગામ આણંદપર પાસેથી મધુબેન સવજીભાઇ રાઠોડને ૩ લીટર સાથે, માલીયાસણ-બેડી બાયપાસ રોડ પરથી અસ્‍મીતાબેન પ્રવીણભાઇ વરદોરીયાને ૬ લીટર સાથે, પ્ર.નગર પોલીસે કિટીપરા રોડ પરથી યોગેશ રઘુભાઇ ચૌહાણને ૩ લીટર સાથે, યુનિવર્સિટી પોલીસે રૈયા ધાર મફતીયાપરામાંથી સોનલબેન સાગરભાઇ ગોરસીયાને ૬ લીટર સાથે, અને માલવીયાનગર પોલીસે પુનીતનગર પાણીના ટાંકા પાસેથી હરસુખ રાયાભાઇ પરમારને ૧ર લીટર દેશી સાથે સાથે પકડી લીધો હતો.

જાહેરનામાના ભંગ બદલ ત્રણ કેસ

આજીડેમ પોલીસે ઉમેશ લાલસીંગ ગોડ સામે ઓરડી ભાડે આપી પોલીસને જાણ નહીં કરવા બદલ, આજીડેમ ચોકડી પાસે કાર અડચણરૂપ પાર્ક કરવા બદલ દેવજીભાઇ સાકરીયા સામે અને કારખાનામાં કામ પર રાખેલા કર્મચારીને પોલીસને જાણ નહીં કરવા બદલ દર્શીત પરેશભાઇ અનડકટ સામે ગુના દાખલ કર્યા હતા.

(3:32 PM IST)