<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પોલીસી ડ્રિવન સ્‍ટેટ તરીકે ગુજરાતની વિવિધ પોલીસીઝનો લાભ લઈને શ્રીલંકા રસ ધરાવતા સહયોગના સેક્‍ટર્સમાં ગુજરાત સાથે સહભાગીતા કરી શકેઃ ભુપેન્‍દ્રભાઈ : ભૂપેન્‍દ્રભાઈ પટેલની સૌજન્‍ય મુલાકાત લેતા શ્રીલંકાના જનતા વિમુખ્‍તી પેરામુના જે.વી.પી.ના જનરલ સેક્રેટરી ટીલ્‍વિન સિલ્‍વા અને પ્રતિનિધિ મંડળ : નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં સુદ્રઢ થયેલા ભારત શ્રીલંકા સંબંધોને આગળ વધારવામાં ફળદાયી બેઠક : ગુજરાતની એક્‍સપર્ટિઝ - નોલેજ શેરીંગ અને કનો-હાઉનો લાભ લેવાની તત્‍પરતા વ્‍યક્‍ત કરીઃ વાઇબ્રન્‍ટ સમિટ ૨૦૨૭માં જોડાવા મુખ્‍યમંત્રીનું આમંત્રણ : ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકામાં યોજાયેલા પ્રદર્શન માટે આપવા અંગે આભાર વ્‍યક્‍ત કરતા શ્રીલંકાના જનરલ સેક્રેટરી11:26 AM IST

કણકોટના મુકેશ ઉધરેજાનું અપહરણ જુના મિત્રઍ જ દસ લાખની ખંડણી માટે કરાવ્યું’તુંઃ પોલીસે છોડાવી ૩ને પકડ્યા : શનિવારે ખોખડદડ પાસેથી યુવાનને તેની જ કારમાં ઉઠાવી જવાયો હતોઃ જુના મિત્ર સંજયને કેસના ખર્ચના પૈસા લેવાના હોઇ તે મુકેશ આપતો ન હોઇ ખંડણીનો પ્લાન ઘડ્યો હતોઃ આજીડેમ પોલીસ, ઍલસીબી ઝોન-૧ ટીમે છટકુ ગોઠવી મુક્ત કરાવ્યો : હીરાસર નજીક જંગલમાં લઇ ગયા હતાઃ ત્યાં વેફર-પાણી જ આપ્યાઃ છુટવું હોય તો ૧ કરોડ આપવા પડશે કહી છેલ્લે ૧૦ લાખ માંગ્યાઃ મુકેશે રવિવારે પોતાના પરિચીત સાથે ફોનમાં પૈસાની વાત કરીઃ સોમવારે બપોર પછી કાલાવડ રોડ બાલાજી વેફર્સ નજીક પૈસા લઇ જવાનું નક્કી થયું અને પોલીસે વોચ રાખી દબોચ્યાઃ બીજા ૩ આરોપીના નામ ખુલ્યા : અપહરણકારોઍ રૂપિયા માંગતા મુકેશે પોતાના શેઠ સાથે વાત કરવી પડે કહી ફોન કર્યો અને પોલીસને કડી મળી ગઇઃ અપહૃતને તેની જ કારમાં બેસાડી વાજડી પાસે બે આરોપી રૂપિયા લેવા આવ્યા અને પોલીસે દબોચી લીધા2:32 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST