તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
દેવગઢ બારીયા જેલમાંથી પોક્સો એક્ટના આરોપી મનોજ કટારા જેલની ઊંચી દિવાલ કૂદીને ફરાર
વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા

દાહોદના દેવગઢ બારીયા સબ જેલમાંથી એક ગંભીર ગુનાનો આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ જતા સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. તારીખ 9 ફેબ્રુઆરી, 2026ની વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. ફરાર કેદી પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ સજા કાપી રહ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરાર થયેલા કેદીનું નામ મનોજ ભરત કટારા છે, જેની ઉંમર 22 વર્ષ છે. તે લીમખેડા તાલુકાના હથિયાવન ગામનો રહેવાસી છે. છેલ્લા સાત મહિનાથી તે દુષ્કર્મના ગંભીર ગુનામાં જેલ હવાલે હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ વહેલી સવારના અંધારાનો લાભ લીધો હતો અને જેલની ઉંચી દિવાલ કૂદીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ ઘટના જેલ પ્રશાસનની ગંભીર બેદરકારી સૂચવે છે.
દાહોદ જિલ્લા પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે. દેવગઢ બારીયા અને આસપાસના ગામડાઓમાં પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આરોપી પોતાના વતન હથિયાવન તરફ ગયો હોવાની શક્યતાને પગલે ત્યાં પણ વોચ ગોઠવવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
