<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

‘ઠાકર' કરે ઇ ઠીકઃ અઢી વર્ષમાં વહીવટી ટ્રિક, બજેટની હેટ્રિક

બહારના દીવાથી નહિં, ભીતરથી ઝળહળતા ચેરમેન

રાજકોટ તા. ૧૦: મહાનગરપાલિકામાં વોર્ડ નં. ર ના ભાજપના કોર્પોરેટર તરીકે બીજી વખત ચૂંટાયેલા શ્રી જૈમિન ઠાકર અઢી વર્ષથી સ્‍ટેન્‍ડિંગ કમીટીના ચેરમેન છે તેમણે આજે રૂા. ૩૬૦૦ કરોડના બજેટને બહાલી આપી સામાન્‍ય સભા તરફ મોકલ્‍યું છે.

સામાન્‍ય રીતે સ્‍ટેન્‍ડિંગ ચેરમેનને અઢી વર્ષના કાર્યકાળમાં બે વખત બજેટ સ્‍વીકારી સુધારા-વધારા સાથે મંજુર કરવાની તક મળતી હોય છે પણ આ વખતે કોર્પોરેશનની ચૂંટણી પાછી ઠેલાતા તેમને આગામી નાણાકીય વર્ષના બજેટને મંજુરી આપવાની પણ તક મળી છે. અઢી વર્ષની ટર્મમાં ૩ વખત બજેટની મંજુરીની તેમણે હેટ્રિક સર્જી છે. કોર્પોરેશનના ઇતિહાસમાં આવી ઘટના પ્રથમ વખત બની છે. વહીવટી રીતે તેમની ‘દ્રષ્‍ટિ' કેટલાયની ‘આંખો' પહોળી કરી નાખે તેવી છે. ઠાકરની ઠાવકાઇ ઠસોઠસો, ટકે વરસોવરસ... (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(4:07 PM IST)