<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

સાવરકુંડલા : કદીર પીરઝાદાની કોમી એકતાને બિરદાવતા બિહારના રાજયપાલ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા., ૧૦:  સુરત ના સર્કિટ હાઉસ ખાતે બિહાર રાજ્‍ય ના રાજ્‍યપાલ આરીફ મહામદખાન પઠાણે સુરત ના પૂર્વ મેયર અને ગુજરાત પ્રદેશ.કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ અને સમગ્ર ગુજરાત માં સેવાકીય ક્ષેત્રે તેમજ કોમી એકતા રૂપી કર્યો કરવા માં અગ્રેસર એવા કદીર પીરઝાદા ની શુભેચ્‍છા મુલાકાત કરવા માં આવી હતી  આ સૌજન્‍ય માં મહામહિમ બિહાર રાજ્‍ય ના રાજ્‍યપાલએ ખાસ કદીર પીરઝાદા ને આમંત્રણ આપવામાં આવેલ હતું  આ શુભેચ્‍છા બેઠક એક કલાકથી વધુ સમય સુધી કોમી એકતા.  શિક્ષણ ક્ષેત્રના અને વિકાસ યુવાનો માટે નવી તકો તેમજ સમાજના સર્વાગી વિકાસ જેવા વિવિધ મહત્‍વપૂર્ણ મુદા ઓ પર વિસ્‍તળત ચર્ચાઓ કરવામાં આવી  આ ચર્ચા દરમ્‍યાન રાજ્‍યપાલ  આરીફ મહમદખાન પઠાણે મુલાકાતમાં કદીર પીરઝાદા સાહેબ  સંચાલિત દરગાહ ટ્રસ્‍ટ દ્વારા ગૌશાળાનું સંચાલિત કરવા માં આવી રહ્યું છે તે કામગીરીની  પ્રશંસા  કરી અને હિન્‍દુ મુસ્‍લિમ ભાઈ ચારા નો બે જોડ અને જબરૂ ઉદાહરણ ગણાવ્‍યો હતો અને આવતા દિવસો ખાસ સુરત આવી  ત્‍યારે દરગાહ અને ગૌશાળા મુલાકાત ચોક્કસ લેવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી    આ બંને મહાનુભાવો દ્વારા સમાજમાં સૌહાર્દ એકતા અને વિકાસ માટે સંયુક્‍ત પ્રયાસોની તાતી જરૂરિયાત હોવાની વાત ઉપર ભાર મૂકવામાં આવ્‍યો હતો.

 બિહાર રાજયના રાજ્‍યપાલ આરીફ મહમદ ખાન પઠાણ અને ગુજરાત કોંગ્રેસના કાર્ય કરી પીર સૈયદ ક્‍દીર પીરઝાદા રાજ્‍ય અને દેશ માં કોમી એકતા અને ભાઈચારાની લાગણી વધુ મજબૂત બને અને એકતા થી દેશ દુનિયામાં વિકાસ અને પ્રગતિ ક્ષેત્રે આગળ વધે તેવી દુઆ પણ કરવામાં આવી હતી. 

(12:01 PM IST)