<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

પ કરોડની ઘડિયાળ પેસેન્‍જરને પરત, અપાવતા સીઆઇએસએફ

ઇન્‍સપેકટર : રામભાઇ મોકરીયાએ ફરજ નિષ્‍ઠાને બિરદાવી

રાજકોટઃ હિરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ઉપરથી સવારે ૮:૩૫ વાગ્‍યે ઉપડતી એર ઇન્‍ડિયાની ફ્‌લાઈટ માં ચેકિંગ દરમિયાન લંડનના ગોલ્‍ડ કાર્ડ મેમ્‍બર એનઆરઆઈ શ્રી ઔમેશ મોઢવાડિયા રાજકોટ થી મુંબઈ જતી ફ્‌લાઈટમાં ર્બોડિંગ થવાના હતા એ પહેલા આ એન.આઈ.આરએ પોતાની પાસેનો સામાન ટ્રેમાં મુકેલો અને આ ટ્રેમાં પાંચ કરોડની ઘડિયાળ હતી. તે ઘડિયાળ ન મળતા એન.આર.આઈશ્રી એ તુરંત સીઆઈએસએફના ઇન્‍સ્‍પેક્‍ટર  નરપતસિંહ રાઠોડ ને પોતાની ઘડિયાળ ખોવાઈ જવા બાબતે જાણ કરતા તુરત જ  નરપતસિંહ રાઠોડ અને પોતાની પાંચ ટીમો બનાવી સીસીટીવી કેમેરા, ર્બોડિંગ ગેટ, તેમજ એરપોર્ટના અંદરના એરિયામાં તપાસ કરીને ઘડિયાળના માલિક લંડનના રહેવાસી એનઆરઆઈ શ્રી ઔમેશ મોઢવાડિયા ને સુપ્રત કરી હતી. સંસદસભ્‍ય રામભાઈ મોકરીયા સાથે જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમ તથા જૂનાગઢના લોકસભાના સંસદ રાજેશભાઈ ચુડાસમા હીરાસર એરપોર્ટ થી દિલ્‍હી જઈ રહ્યા હતા તે દરમિયાન રાજકોટ એરપોર્ટ ઉપર સમગ્ર ઘટનાની જાણ સીઆઈએસએફના ઇન્‍સ્‍પેક્‍ટર નરપતસિંહ રાઠોડએ રામભાઈ મોકરીયા સંસદસભ્‍ય (રાજ્‍ય સભા)ને કરતા તેઓએ રૂ.૫ કરોડની મોંઘી કિંમતની ઘડિયાળ સીઆઇએસએફ ઇન્‍સ્‍પેક્‍ટર નરપતસિંહ રાઠોડની સતર્કતા,કુનેહ અને જવાબદારીનું નિષ્‍ઠાપૂર્વક પાલન કરી મૂળ માલિકને ઘડિયાળ સુપ્રત કરતા તેમની પીઠ થાબડી અભિનંદન પાઠવ્‍યા હતા.

(3:08 PM IST)