<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

અખંડ ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવા તરફ પગલુઃ પૂ.મોરારીબાપુ

અમેરીકાએ જાહેર કરેલ નવા નકશાને મોરારીબાપુએ આવકાર્યો

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૧૦: હાલમાં યાત્રાધામ દ્વારકામાં  પ્રસિદ્ધ રામકથાકાર મોરારીબાપૂની રામકથા ચાલી રહી છે. કથા દરમ્‍યાન પૂ.મોરારીબાપૂએ તાજેતરમાં અમેરીકાએ ભારતના જારી કરેલ નવા નકશા અંગે જણાવ્‍યું કે અખબારોના માધ્‍યમથી ધ્‍યાનમાં આવેલ અમેરીકા દ્વારા પાડોશી દેશના કબ્‍જામાં રહેલ જમ્‍મુ કશ્‍મીરના પી.ઓ.કે. તથા અકસાઈ ચીન ભાગોને ભારતના અભિન્ન ભાગ તરીકે દર્શાવવામાં આવ્‍યા છે. આ નિર્ણયનો વ્‍યાસપીઠ વતી સ્‍વાગત કરતા પૂ.મોરારીબાપૂએ જણાવ્‍યું કે અખંડ ભારતના સ્‍વપ્નને સાકાર કરવા તરફ આ નકશો એક પગલું છે. આ સાંભળતા જ કથા શ્રવણ કરવા આવેલ શ્રોતાગણે બાપૂના વકતવ્‍યને તાળીઓથી વધાવી લીધું હતું.(તસ્‍વીરઃ દિપેશ સામાણી- દ્વારકા)

(1:17 PM IST)