તા. ૧૨ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૫ શનિવાર
News of Tuesday, 10th February 2026
ઇડીની મોટી કાર્યવાહી :પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનના તત્કાલિન ડિવિઝનલ એન્જિનિયર અને તેની પત્નીની કરોડોની મિલ્કત જપ્ત
વેદપ્રકાશ શ્રીવાસ્તવ અને તેમના પત્ની વિભા શ્રીવાસ્તવ સામે ભ્રષ્ટાચારના કેસમાં કાર્યવાહી : 2 રેસિડેન્શિયલ ફ્લેટ અને 22 જંગમ મિલકતો, તથા ₹1.58 કરોડની FD/બેંક બેલેન્સ કામચલાઉ ધોરણે જપ્ત

રાજકોટ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ
(ED) દ્વારા પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના તત્કાલિન ડિવિઝનલ એન્જિનિયર વેદપ્રકાશ શ્રીવાસ્તવ અને તેમના પત્ની વિભા શ્રીવાસ્તવ સામે ભ્રષ્ટાચારના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 2 રેસિડેન્શિયલ ફ્લેટ અને 22 જંગમ મિલકતો, તથા ₹1.58 કરોડની FD/બેંક બેલેન્સ કામચલાઉ ધોરણે જપ્ત કરવામાં આવ્યા છે.
મળતી વિગત મુજબ રેલવે અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર રીતે મિલકત મેળવવાનો આરોપ હેઠળ આ (PMLA હેઠળ કાર્યવાહી). કરાઈ છે કૌભાંડની રકમ પરિવારના બેંક ખાતામાં જમા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, ત્યારબાદ ED દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી
રેલવે સહિત 10 જેટલા સરકારી વિભાગોમાં નોકરી અપાવવાના બહાને ચાલતા કૌભાંડમાં રાજકોટ સહિત દેશભરમાં EDના દરોડા પાડવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી ફેબ્રુઆરી 2026 ના પ્રથમ સપ્તાહમાં ચર્ચામાં રહી હતી
(7:45 PM IST)










