તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
જગતજનની આદ્યશક્તિ માં અને શિવજીના અંશાવતાર હરપાલદેવના ઇતિહાસ દર્શાવતી ફિલ્મ ‘‘હરપાલદેવ માં શક્તિના અમર અંજવાળા'' રિલિઝ
ફિલ્મ સુરેન્દ્રનગરમાં રિલીઝ, રાજકોટ અને મોરબીમાં ટૂંક સમયમાં રિલીઝ થશે

રાજકોટઃ જગતજનની જગદંબા માં આદ્યશક્તિ અને મહાદેવજી ના અંશાવતાર દાદા હરપાલદેવના સંપૂર્ણ ઇતિહાસ અને સનાતન સંસ્કૃતિની ગૌરવગાથા દર્શાવતું ઐતિહાસિક ફિલ્મ ‘‘હરપાલદેવ માં શક્તિ ના અમર અંજવાળા'' હાલમાં રિલિઝ થયું છે. આર.કે ફિલ્મ્સ ના બેનર હેઠળ બનેલ આ ફિલ્મમાં માં આદ્યશક્તિ નું પ્રાગટય અને પરચાનું જાજરમાન ફિલ્માંકન કરેલ છે જે ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં સૌપ્રથમવાર દર્શકો ને નિહાળવા નો લ્હાવો મળશેતેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ માં માર્કેડ ઋષિનો પ્રસંગ, હવનકુંડ માં થી ઉતપન્ન થયેલ કુંડમાલજી અને મખ્વાન વંશની સ્થાપના, મહાદેવએ મોહિની ધારણ કરી ચંડ અને ચંડાક્ષ નો વધ કરેલ, મહાદેવના વરદાનથી રાજવી કેસરદે ના ઘેર શવજીના અંશાવતાર હરપાલદેવ નો જન્મ, માં આદ્યશક્તિ એ પાટણ ના પ્રતાપસિંહજી સોલંકીના ઘેર બાશંતિ દેવી નામે અવતાર લીધો, કેસરદે અને સિંધના સુમરા નું યુદ્ધ, પાટણના રાજવી કરણ ને બાબરાભૂત ના ત્રાસ થી મુક્ત કરવા હરપાલદેવ નું પાટણ માં આગમન, માં આદ્યશક્તિ ની સહાય થી હરપાલદેવ એ બાબરા ભૂત ને વશ કરી ઉદ્ધાર કર્યો, રાજા કરણ એ આપેલ વચન મુજબ હરપાલદેવ એ માં આદ્યશક્તિ અને બાબરાદેવ ની સહાય થી એક જ રાત માં ત્રેવિસો ગામ ને તોરણ બાંધ્યા, ઝાલાવડ ની સ્થાપના, બાશંતિ દેવી (માં આદ્યશક્તિ) અને હરપાલદેવ ના વિવાહ, માં આદ્યશક્તિ એ પાટડી રાજ મહેલના ઝરૂખેથી હાથ લંબાવી રાજ કુંવરો ને ઝાલ્યા, માં આદ્યશક્તિ દ્વારા રાજકુંવરો ને તિલક અને ઝાલા વંશ ની સ્થાપના વગેરે જેવા તમામ પ્રસંગો આ ફિલ્મ માં અધભુત રીતે દર્શાવ્યા છે.
ફિલ્મનું શૂટીંગ ગોડલ પેલેસ, બરોડા સહિતના સ્થળોએ થયું છે. ૯ મહિનામાં ફિલ્મનું શૂટીંગ પૂર્ણ થયું છે. ફિલ્મ ના ગીતો લેખક કવિશ્રી સુરબરદાઈ એ લખેલ છે તેમજ ફિલ્મ માં સંગીત મનોજ-બિમલ એ આપેલ છે.આ ફિલ્મ સુરેન્દ્રનગર મુકામે શિવ સિનેમા તથા ધ્રાગધ્રા મુકામે સર જાડેજા ટોકીઝ સિનેમાઘર માં રિલીઝ થયેલ છે તેમજ ટૂંક સમયમાં રાજકોટ તથા મોરબીમાં રિલીઝ થશે. ફિલ્મના નિર્માતા કાનજીભાઈ પટેલ (સુસવાવ), દિગ્દર્શક જીતુભા જાડેજા તથા દીપ્તિ ગોંડલ છે.
તસ્વીરમાં કાનજીભાઈ પટેલ (મો.નં. ૯૮૨૫૭ ૩૪૫૮૦),જીતુભા જાડેજા, દીપ્તિબેન ગોડલ, શ્રી ગેલ મોગલ શક્તિ પીઠ આશ્રમના મહંતશ્રી વિજયબાપુ, લોકસાહિત્યકાર કોશિકભાઈ મહેતા તથા સ્ટુડિયો શિવવાળા ભાવિનભાઈ ખખર નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:03 PM IST)










