<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

ખાદ્ય તેલના ભાવમાં અસ્‍થિરતા કેમ આવી? ચોંકાવનારો ખુલાસો

તેલ માત્ર ખાવા માટે જ નહીં, પરંતુ જૈવ ઈંધણ તરીકે પણ વપરાય છે, જેનાથી મોટરગાડીઓથી લઈને હવાઈ જહાજોના ઉડાવવા સુધીનો ઉપયોગ થઈ રહ્યો છે

નવી દિલ્‍હી,તા.૧૦: ખાદ્ય તેલની વૈશ્વિક બજારમાં ભાર ઉથલપાથલ થઈ રહી છે. તેનું કારણ એ છે કે, આ તેલ માત્ર ખાવા માટે જ નહીં, પરંતુ જૈવ ઇંધણ તરીકે પણ વપરાય છે, જેનાથી મોટરગાડીઓથી લઈને હવાઈ જહાજોના ઉડાવવા સુધીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ કારણે કિમતોમાં તીવ્ર ઉતાર-ચઢાવ જોવા મળે છે. આ અંગ સુધાકર દેસાઈએ પણ ખુલાસો કર્યો છે.

૭ભારત વેજીટેબલ ઓઇલ પ્રોડ્‍યુસર્સ એસોસિએશનના અધ્‍યક્ષ અને ઇમામી એગ્રોટેકના CEO સુધાકર દેસાઈએ કુઆલાલંપુરમાં યોજાયેલા UOB કેય હિયાન કોન્‍ફરન્‍સમાં કહ્યું હતું કે, વેપારમાં ફેરફારો, જૈવ ઇંધણની વધતી માંગ અને પુરવઠામાં ઘટાડોને કારણે આ અસ્‍થિરતા ચાલુ રહેશે.

ભૂ-રાજકીય પરિસ્‍થિતિઓએ વેપાર માર્ગો બદલી દીધા છે, જેથી નફોના અવસરો ઘટ્‍યા છે અને ઊર્જા કિમતો, ચલણો તથા સરકારી નીતિઓના આઘાતનો સીધો પ્રભાવ પડે છે . આ કારણો વૈશ્વિક બજાર માટે કેટલા વ્‍યાજબી છે.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ૨૦૨૫-૨૬ માટે વિશ્વમાં ચાર મુખ્‍ય વનસ્‍પતિ તેલોનું ઉત્‍પાદન ૨૦૮.૪ મિલિયન ટન થવાનો અંદાજ છે, જે ગતવર્ષ કરતા ખૂબ જ નજીવી વૃદ્ધિ છે. પામ તેલ અને રેપસીડ તેલનું ઉત્‍પાદન વધુ છે, પરંતુ સૂરજમુખી તેલનું ઉત્‍પાદન હજુ મર્યાદિત થાય છે.

આ ધીમી વૃદ્ધિ વૈશ્વિક પુરવઠાને કમજોર બનાવે છે, જેથી તેલ વચ્‍ચે સ્‍પર્ધા તીવ્ર રહેશે અને કિમતો અસ્‍થિર રહેશે. તેલના કિમતમાં ઘણાં સમયથી વધ-ઘટ થઈ રહી છે, જેના કારણે વૈશ્વિક બજાર ખોરવાઈ પણ જતું હોય છે.

જૈવ ઇંધણની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે વેજીટેબલ તેલની કિમતોમાં વધારો થઈ રહ્યો છે.આંકડા જોવામાં આવે તો, ઇન્‍ડોનેશિયામાં ૧૪ મિલિયન ટન પામ તેલ બાયોડીઝલમાં વપરાય છે.

ભારતમાં તેલ ઉત્‍પાદનની વાત કરવામાં આવે તો, ૨૦૨૫-૨૬માં ઘરેલુ ઉત્‍પાદન ૯.૬ મિલિયન ટન રહેશે, તેથી ૧૬.૭ મિલિયન ટન આયાત કરવી પડશે. આમાં ૮થી ૮.૫ મિલિયન ટન પામ ઓઈલ, ૫થી ૫.૫ મિલિયન સોયાબીન તેલ, ૨થી ૮.૩ મિલિયન સૂરજમુખી તેલનો સમાવેશ થાય છે. 

(9:57 AM IST)