<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

વડોદરા પીસીબીના પીએસઆઇ પી. એમ. ધાખડાને પીઆઇનું પ્રમોશન

પીએસઆઇ તરીકે રાજકોટમાં અનેક નોંધપાત્ર કામગીરી

રાજકોટ તા. ૧૦: વડોદરા પીસીબીના પીએસઆઇ પી. એમ. ધાખડાને પીઆઇ તરીકે પ્રમોશન મળતાં પીન સેરેમની યોજાઇ હતી. વડોદરા પોલીસ કમિશનર નરસિમ્‍હા કોમર દ્વારા પીન સેરેમની કરવામાં આવી હતી. પીએસઆઇ તરીકે ૨૦૦૦ની સાલમાં ભરતી થયા બાદ તાલિમ લઇ પી.એમ. ધાખડા રાજકોટ ખાતે પોસ્‍ટીંગ થતાં સોૈ પહેલા કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં મુકાયા હતાં. બાદમાં તેમણે ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન, ક્રાઇમ  બ્રાંચ ખાતે ફરજ બજાવી અનેક મહત્‍વની અને નોંધપાત્ર કામગીરી કરી ઉચ્‍ચ અધિકારીઓની વાહ-વાહ મેળવી હતી. તેમણે પીએસઆઇ તરીકે અગાઉ ડાંગ, આહવા, સાપુતારા, વડોદરા ક્રાઇમ બ્રાંચમાં પણ ફરજ બજાવી હતી. હવે  ખાતે ૨૦૦૦માં નિમણુંક બાદ અનેક નોંધપાત્ર કામગીરી કરી હતી. હાલ વડોદરા પીસીબીમાં જ પીઆઇના પ્રમોશન સાથે નિમણુંક થતાં તેમને અધિકારીઓ, મિત્રો, પરિવારજનો તરફથી શુભકામના મળી રહી છે. 

(12:01 PM IST)