<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

રઘુવંશી અગ્રણી મેહુલ નથવાણીને મોટી જવાબદારી : ઉપપ્રમુખપદે વરણી

અનેકવિધ સંસ્‍થાઓમાં સેવા પ્રવૃતિ : ‘અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ લીધા

રાજકોટ : ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના નવનિયુક્‍ત સંગઠન માળખાની જાહેરાત પ્રમુખ ડો. માધવ દવે દ્વારા કરવામાં આવી છે. આ નવનિયુક્‍ત સંગઠનમાં સેવા અને કાર્યક્ષમતાને પ્રાધાન્‍ય આપીને સક્ષમ ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં લોહાણા સમાજના અગ્રણી અને પક્ષ માટે સાર્પિત એવા મેહુલભાઇ નથવાણીની રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

મેહુલભાઇ નથવાણી ભાજપની વિચારધારા સાથે જોડાઇને સંગઠનને મજબૂત કરવા માટે સતત કાર્યરત રહ્યા છે. તેમની પક્ષ પ્રત્‍યેની વફાદારી અને પાયાના કાર્યકર્તાઓ સાથેના સીધા સંપર્કને ધ્‍યાને રાખીને પક્ષ દ્વારા તેમને આ મહત્‍વની જવાબદારી સોંપાઇ છે.

મેહુલભાઇ માત્ર રાજકીય રીતે જ નહીં, પરંતુ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ સક્રિય વ્‍યક્‍તિત્‍વ ધરાવે છે. તેઓ અનેક સંસ્‍થાઓમાં ટ્રસ્‍ટી અને પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. કોઇપણ પ્રકારના દેખાડા વગર, સેવાકીય કાર્યો કરી રહ્યા છે. લોહાણા સમાજના કાર્યક્રમોમાં પણ તેઓનું સક્રિય યોગદાન છે. આ સિવાય વિશ્‍વ હિન્‍દુ પરિષદ દ્વારા આયોજીત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિમાં સાંસ્‍કૃતિક તથા સોશિયલ મીડિયા ઇન્‍ચાર્જ તરીકે મહત્‍વની ભૂમિકા પણ નિભાવી ચુક્‍યા છે.

તેઓ નથવાણી એજ્‍યુકેશન ચેરીટેબલ ટ્રસ્‍ટમાં ફાઉન્‍ડર ટ્રસ્‍ટી, રધઘુવંશી સોશિયલ ગ્રુપમાં પ્રમુખ-ફાઉન્‍ડર ટ્રસ્‍ટી, શ્રી રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટમાં પાયાના પત્‍થર, અન્નપૂર્ણા સદાવ્રતનું સંચાલન, રામ ચરિત્ર માનસ મંદિર ટ્રસ્‍ટ (રતનપર)ના ટ્રસ્‍ટી તરીકે સેવા આપી રહ્યા છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આર્શીવાદ લેતા મેહુલભાઇ નથવાણી (મો. ૯૮૨૫૦ ૭૨૦૭૯) નજરે પડે છે. આ સાથે લાોણા સમાજના આગેવાનો વિપુલભાઇ મણીયાર, કલ્‍પેશભાઇ તન્ના, મયંકભાઇ પાઉ, મયુરભાઇ નથવાણી, નિરવભાઇ રાયચુરા, કલ્‍પેશભાઇ બગડાઇ, ઋષિભાઇ ગણાત્રા, વિપુલભાઇ કારીયા, ઉમેશભાઇ સેદાણી, જતિનભાઇ દક્ષિણી, મોહિતભાઇ નથવાણી, આનંદભાઇ જોબનપુત્રા, મહેન્‍દ્રભાઇ અને કોૈશીકભાઇ માનસતા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:37 PM IST)