News of Tuesday, 3rd November 2026
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી
વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:મધ્ય પૂર્વના સળગતા મહાસંગ્રામ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તંગદિલીભર્યા સંબંધો વચ્ચેથી આંતરરાષ્ટ્રીય અર્થતંત્રને હચમચાવી દેતો એક અત્યંત ચોંકાવનારો, ખૌફનાક અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! વૈશ્વિક ક્રૂડ ઓઈલના પરિવહન માટે કરોડરજ્જુ સમાન ગણાતી હોર્મુઝની સમુદ્રધુની પર ઈરાને લાદેલા કડક નિયંત્રણો વચ્ચે હવે ઈરાને અમેરિકાના ટેબલ પર સીધો અને કડક શરતી પ્રસ્તાવ ફેંક્યો છે.
ઇઝરાયેલે પણ ઇરાન સાથે સંભવિત લશ્કરી સંઘર્ષને લઈને પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખે પ્રમુખ ટ્રમ્પ સમક્ષ ઇરાન પર ફરીથી યુદ્ધ શરૂ કરવાના વિવિધ વિકલ્પો રજૂ કર્યા છે. આ પરિ સ્થિતિમાં સંરક્ષણાત્મક અને આક્રમક તૈયારીઓ પૂરી કરી લીધી છે. જો કે યુદ્ધનો નિર્ણય ટ્રમ્પના હાથમાં છે. વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ અને દૂત સ્ટીવ વિટકોફ માને છે કે ઇરાન સાથે સમાધાન કરી શકાય છે.
આ દરમિયાન હોર્મુઝમાં જહાજો પર હુમલાના સમાચારે ફરીથી હિલચાલ વધારી દીધી છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સની સેનાએ દાવો કર્યો હતો કે બે ઓઇલ ટેન્કર સુરંગ સાથે ટકરાઈને વિસ્ફોટનો શિકાર થયા છે. એક જહાજમાં વિસ્ફોટ થયા પછી ભારે આગ લાગી છે.
યુએન માઇગ્રેશન એજન્સીએ જણાવ્યું હતું કે યમનમાં ચાલતા ગૃહયુદ્ધના લીધે વધુને વધુ લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે. નવેસરથી ભડકી ઉઠેલા ગૃહયુદ્ધમાં વિસ્થાપિતોનો આંકડો ત્રણ લાખને વટાવી ગયો છે. હુથી બળવાખોરો અને સાઉદી સમર્થિત સરકારી લશ્કર વચ્ચેનો જંગ રોકાવવાનું નામ લેતો નથી, આના પગલે વધુને વધુ લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે. હાલમાં હુથીઓએ તાઇઝ શહેર ફરતે ઘેરો ઘાલ્યો છે. યમનની પ્રજા રાહત, આશ્રય, ખોરાક અને પીવાના પાણી માટે ટળવળી રહી છે.
ચીને જણાવ્યું હતું કે તે ઇરાન, ઓમાન અને સાઉદી અરેબિયા ખાસ રાજદૂત મોકલવા વિચારી રહ્યુ છે. ચીન મધ્યપૂર્વમાં તેનો પ્રભાવ પાથરવા આતુર છે અને શાંતિના પુરસ્કરતા તરીકે ઉભરી આવવા માંગે છે. ચીનના માઓનિંગે જણાવ્યું હતું કે આ રાજદૂત તનાવ ઘટાડવા અને સ્થિરતાને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
