તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
સુરતના લાલગેટ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરતા ચકચાર
પતિ, પત્ની અને તેમના 13 વર્ષના બાળકએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું: પરિવાર એક અઠવાડિયા પહેલા સાઉદીની યાત્રા કરીને પરત આવ્યો હતો

સુરતના લાલગેટ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી છે. પતિ, પત્ની અને તેમના 13 વર્ષના બાળકએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 36 વર્ષના પિતા, 32 વર્ષની માતા અને 13 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે આ પરિવાર એક અઠવાડિયા પહેલા સાઉદીની યાત્રા કરીને પરત આવ્યો હતો. હાલ સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
