તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 10th February 2026
ગુરૂવારે પૂ. જલારામ બાપાની ૧૪૫મી પુણ્યતિથિઃ રઘુવંશી મિત્ર મંડળ દ્વારા મહા આરતી- મહાપ્રસાદ

રાજકોટ : પ.પૂ. શ્રી જલારામ બાપાની ૧૪૫મી પુણ્યતિથિ તા.૧૨ને ગુરૂવારે આવી રહી છે. તે નિમિત્તે રઘુવંશી મિત્ર મંડળ - રાજકોટ દ્વારા સર્વે રઘુવંશી જ્ઞાતિજનો માટે મહાઆરતી - મહાપ્રસાદનું આયોજન ‘‘શ્રી જલિયાણ ધામ''રાજશ્રૃંગાર પાર્ટી પ્લોટ, બીગ બઝાર પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.
પ.પૂ. શ્રી જલારામ બાપાની તિથિ નિમિત્તે આ આયોજનના ભાગરૂપે રાજકોટની તમામ રઘુવંશી સંસ્થાઓ તથા જ્ઞાતિબંધુઓ દ્વારા સહયોગ મળી રહ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે. સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ છે.
પ.પૂ. શ્રી જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે અંદાજે ૧૫ થી ૨૦ હજાર લોકો મહાઆરતી તથા મહાપ્રસાદનો લાભ લઇ અને ધન્યતા અનુભવશે. રઘુવંશી ભાઇ-બહેનોને મહાઆરતી, મહાપ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વિશેષ માહિતી માટે સંસ્થાના મો.નં. ૭૪૩૩૮ ૧૨૦૧૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:16 PM IST)










