News of Tuesday, 10th February 2026
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ રિવાબા સાથે દિલ્હીમાં પીએમ મોદીની મુલાકાત લીધી : લખ્યું- ' જીવનની ગૌરવની ક્ષણ '
ક્રિકેટરે બૂકે આપ્યો તો રિવાબાએ સાલ ઓઢાડીને બહુમાન કર્યુ,

ધારાસભ્ય રિવાબા જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત દરમિયાન તેમને હાર્દિક સન્માન આપ્યું. જેમાં બૂક અને શાલ આપીને અભિવાદન કરવામાં આવ્યું. મુલાકાત દરમ્યાન તેઓએ દેશના ભવિષ્ય, યુવા શક્તિ અને સંસ્કૃતિના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. રિવાબા જાડેજાએ આ પ્રસંગને પોતાના રાજકીય જીવનની ગર્વની ક્ષણ ગણાવી અને જણાવ્યું કે આવી મુલાકાતો રાજકીય સહકાર અને વિકાસ માટે પ્રેરણાસ્પદ બની રહે છે. રિવાબા અને રવિન્દ્ર જાડેજાએ આ મુલાકાતની યાદગાર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી, જેના દ્વારા લોકોએ પણ આ ક્ષણનો આનંદ માણ્યો.
રિવાબા જાડેજાએ આ પ્રસંગને પોતાના રાજકીય જીવનની ગર્વની ક્ષણ ગણાવી અને જણાવ્યું કે આવી મુલાકાતો રાજકીય સહકાર અને વિકાસ માટે પ્રેરણાસ્પદ બની રહે છે. રિવાબા અને રવિન્દ્ર જાડેજાએ આ મુલાકાતની યાદગાર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ગુજરાતના ધારાસભ્ય અને રાજ્યમંત્રી રિવાબા જાડેજાની વડાપ્રધાન સાથેની મુલાકાતે ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ જગાવી છે.
2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી રિવાબા જાડેજા ચૂંટણી લડ્યા હતા. રિવાબા જામનગર નોર્થ સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને વિજયી બન્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને હરાવ્યા હતા. ચૂંટણી પંચની વેબસાઈટ પરથી મળતી માહિતી મુજબ ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાને 84,336 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારેને 22,822 મત તો આમ આદમી પાર્ટીના કરશન કર્મૂરને 33,880 વોટ મળ્યા હતા.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
