<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

રાજ્‍યમાં ૨૦ એપ્રિલથી ઘરમૂલ્‍યાંકન અને મકાનની ગણતરી શરૂ થશે

૧૯ મે, ૨૦૨૬ સુધીમાં હાઉસ લિસ્‍ટિંગની પ્રક્રિયા દરમિયાન ૩૩ પ્રકારના પ્રશ્નો પૂછાશે

અમદાવાદ,તા.૧૦: દેશભરમાં વસતિ ગણતરીની પ્રક્રિયાનો એપ્રિલ મહિનાથી તબક્કાવાર આરંભ થઈ રહ્યો છે. આ વસતિ ગણતરીની પ્રક્રિયા હાથ ધરાય એ પહેલા નાગરિકોના રહેણાકની સ્‍થિતિનો મૂલ્‍યાંકન રિપોર્ટ રહેણાક ગણતરી કરાશે. ગુજરાતમાં ૨૦ એપ્રિલથી હાઉસ લિસ્‍ટિંગની કામગીરીનો આરંભ થશે. ૧૯ મે, ૨૦૨૬ એટલે કે ૩૦ દિવસ ચાલનારી કામગીરીમાં સેન્‍સસ અધિકારી ૩૩ પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે. કેન્‍દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવતા ઓફિસ ઓફ રજિસ્‍ટ્રાર જનરલ, ભારતે આ સંદર્ભે નોટિફિકેશન બહાર પાડયું છે. તેને અનુલક્ષીને રાજ્‍યના સામાન્‍ય વહીવટ વિભાગ દ્વારા ૨ ફેબ્રુઆરીના

રોજ ગુજરાતમાં મકાન મૂલ્‍યાંકન અને ગણતરીની કામગીરી માટેની તારીખનું તારીખનું ઘર, સમુદાય, વાહન સહિતના પ્રશ્નો પૂછાશે આ વખતની વસતિ ગણતરી દરમિયાન વસતિની સંખ્‍યાની સાથોસાથ લોકો કયા પ્રકારના ઘરોમાં રહે છે, તેમની પાસે કઈ સુવિધા છે અને તેમના જીવનધોરણને સમજવાનો પણ છે. તેથી પ્રશ્નોની સૂચિમાં એ પણ સામેલ છે કે ઘરમાં પીવાનું પાણી, શૌચાલય, વીજળી અને ઈન્‍ટરનેટ જેવી મૂળભૂત અને આધુનિક સુવિધાઓ છે કે નહીં? વસતિ ગણતરી અધિકારીઓ એ પણ પૂછશે કે ઘરનો વડો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા અન્‍ય કોઈ સમુદાયનો છે, ઘર માલિકીનું છે કે ભાડાનું છે, રહેવાસીઓ કયા પ્રકારના અનાજનો સૌથી વધુ વપરાશ કરે છે. વધુમાં પરિવાર પાસે કયા પ્રકારનાં વાહનો છે - જેમ કે સાઈકલ, મોટરસાઈકલ, કાર અથવા અન્‍ય વાહનો વિશે માહિતી એકઠી કરાશે. આ વિગતોથી સરકાર વિશ્‍લેષણ કરશે કે કયા ક્ષેત્રોમાં કયા પ્રકારની સુવિધાનો અભાવ છે તેના આધારે ભાવિ નીતિ ઘડવામાં મદદ મળશે.

નોટિફિકેશન માહિતી જાતે નોંધાવવાની તક મળશે તેમ કહી સૂત્રોએ જણાવ્‍યું કે, દરેક મકાન, રહેણાક એકમ અને ઘરેલું માહિતી એકત્ર કરવા માટે ૩૩ જેટલા અલગ અલગ પ્રકારના પ્રશ્નોની યાદી રજિસ્‍ટ્રાર જનરલ દ્વારા જાહેર કરવામાં આવી છે. હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય એ પહેલાં પંદર દિવસ સ્‍વગણતરી હાથ ધરાશે. આ સ્‍વગણતરીમાં નાગરિકો પોતાની માહિતી જાતે નોંધાવી શકશે.

સૂત્રોએ ઉમેર્યું છે કે, હાઉસ-લિસ્‍ટિંગ અને હાઉસિગ સેન્‍સસની કામગીરી દરમિયાન ઘરની ગણતરી અને એમની સ્‍થિતિનું મૂલ્‍યાંકન કરાશે. રજિસ્‍ટ્રાર જનરલ મૃત્‍યુંજયકુમાર નારાયણ દ્વારા જાહેર કરાયેલા આ નોટિફિકેશનમાં જણાવાયું છે કે, વસતિ ગણતરી કરનારા અધિકારીઓ ઘરની રચનાથી માંડીને એના રહેવાસીઓની મૂળભૂત જરૂરિયાતો સુધીની માહિતી એકત્રિત કરશે. જે સૂચિત પ્રશ્નો તૈયાર કરાયા છે એમાં ઘર પાકું છે કે કાચું એવા સામાન્‍ય પ્રશ્નો નહીં, પરંતુ ઘરમાં ફલોર, દીવાલો અને છત માટે વપરાતી સામગ્રી, રહેવાસીની સંખ્‍યા, પરિણીત યુગલોની સંખ્‍યા અને ઘરનો વડો પુરુષ છે કે ષી એ પણ સામેલ હશે. 

ઘર, સમુદાય, વાહન સહિતના પ્રશ્નો પૂછાશે

આ વખતની વસતિ ગણતરી દરમિયાન વસતિની સંખ્‍યાની સાથોસાથ લોકો કયા પ્રકારના ઘરોમાં રહે છે, તેમની પાસે કઈ સુવિધા છે અને તેમના જીવનધોરણને સમજવાનો પણ છે. તેથી પ્રશ્નોની સૂચિમાં એ પણ સામેલ છે કે ઘરમાં પીવાનું પાણી, શૌચાલય, વીજળી અને ઈન્‍ટરનેટ જેવી મૂળભૂત અને આધુનિક સુવિધાઓ છે કે નહીં? વસતિ ગણતરી અધિકારીઓ એ પણ પૂછશે કે ઘરનો વડો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા અન્‍ય કોઈ સમુદાયનો છે, ઘર માલિકીનું છે કે ભાડાનું છે, રહેવાસીઓ કયા પ્રકારના અનાજનો સૌથી વધુ વપરાશ કરે છે. વધુમાં પરિવાર પાસે કયા પ્રકારનાં વાહનો છે - જેમ કે સાઈકલ, મોટરસાઈકલ, કાર અથવા અન્‍ય વાહનો વિશે માહિતી એકઠી કરાશે. આ વિગતોથી સરકાર વિશ્‍લેષણ કરશે કે કયા ક્ષેત્રોમાં કયા પ્રકારની સુવિધાનો અભાવ છે તેના આધારે ભાવિ નીતિ ઘડવામાં મદદ મળશે.

(9:56 AM IST)