<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

સવારે શિયાળો બપોરે ઉનાળો!

હાલનું મિશ્રઋતુ જેવું વાતાવરણ આરોગ્‍ય માટે છે ઘાતક

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૧૦: ઉનાળો વિદાય લઇ ચુકયાની અનુભૂતિ વચ્‍ચે ગઇકાલ સાંજથી આજ સવારે પણ ગુલાબી ઠંડી જેવા વાતાવરણને પગલે શિયાળો હજુ વિદાય થયો નથી તે બાબત ને સ્‍વિકારવી  રહી.

હાલ સવારે શિયાળા જેવો માહોલ અને દિવસે ઉનાળા જેવી ગરમી થી, સવારે શિયાળો અને બપોરે ઉનાળાના આ મિશ્ર માહોલ ને કારણે કફ કારક રોગો અને અન્‍ય વાયરલ બિમારીઓ વધુ વકરે છે.

સ્‍ફોટક આગાહીકાર તરીકે જાણીતા એવા વાતાવરણ વિશ્‍લેષક  અંબાલાલ ગુજરાતમાં હજુયે કમોસમી માવઠાની શકયતા ને જુએ છે. જોકે પસાર થઇ રહેલા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ એટલા મજબૂત ન હોઇ, ગુજરાતમાં માવઠાની શકયતાનો છેદ ઉડે છે. 

(11:30 AM IST)