તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
પોરબંદર જિલ્લા ભાજપના નવા સંગઠનમાં બ્રાહ્મણ જ્ઞાતિના પ અગ્રણીઓને સ્થાન
ઉપપ્રમુખ પદે નિમિષાબેન અનિલકુમાર જોષી અને મિતાબેન હિંમતભાઇ થાનકી : શ્રીમતી કિર્તીબાળા રાજેશભાઇ પુરોહીતને મહિલા મોરચાના મહામંત્રી બનાવ્યાઃ મંત્રી તરીકે કિરીટભાઇ બાપોદરા અને કુ.નિકિતા અંતુભાઇ ટેવાણીની પસંદગી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૦: જિલ્લા ભાજપના નવા સંગઠનમાં બ્રાહ્મણ જ્ઞાતિના પ સેવાભાવી અગ્રણીઓને અપાયેલ સ્થાનને ગુજરાત બ્રાહ્મણ સુપ્રીમ કાઉન્સીલે આવકારીને અભિનંદન પાઠવ્યા છે.
જિલ્લા ભાજપ સંગઠનની પુનઃરચનામાં જિલ્લા અધ્યક્ષ ડો. ચેતનાબેન તિવારી દ્વારા પ્રદેશ નેતળત્વ સાથેના ગહન પરામર્શ બાદ આ નવતર સંગઠનમાં બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી અને સેવાભાવી ચહેરાઓને સ્થાન મળ્યું છે.
જિલ્લા ભાજપના નવા હોદેદારોમાં શ્રીમતિ નિમિષાબેન અનિલકુમાર જોશી (જિલ્લા ઉપપ્રમુખ - રીપીટ) તેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર સમાન અને વિવિધ સેવાકીય પ્રકલ્પોમાં છે. નિમિષાબેન જોશી પર પક્ષે ફરી વિશ્વાસ મૂકયો છે.
શ્રીમતિ મિતાબેન હિંમતભાઈ થાનકી (જિલ્લા ઉપપ્રમુખ) કે જેઓ અત્યાર સુધી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે સરાહનીય કામગીરી કરનાર અનુભવી મિતાબેન જોશીની પક્ષે પદોન્નતિ કરી છે. તેમની સંગઠન શક્તિને ધ્યાને રાખી હવે તેમને જિલ્લા ઉપપ્રમુખ જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. શ્રીમતિ કીર્તિબાળા રાજેશભાઈ પુરોહિત જેઓ મહિલા મોરચાના વર્ષો જૂના અગ્રણી અને ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તા એવા સૌને સાથે લઈ ચાલતા, સંગઠન કુશળ કીર્તિબેનને મહિલા મોરચા થીજ પ્રમોસન આપીને જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી જેવી અગત્યની જવાબદારી આપી છે.
ભાજપ જિલ્લા નવા સંગઠનમાં કિરીટભાઈ બાપોદરા (જિલ્લા મંત્રી) તેઓ રાણાવાવ પંથકમાં ભાજપના અડીખમ સ્તંભ અને વિપ્રઅગ્રણી તરીકે ઓળખાય છે.
કુ.નિકિતા અંતુભાઈ ટેવાણી (જિલ્લા મંત્રી) તેઓ બ્રહ્મ સમાજમાં અગ્રણી સ્થાન ધરાવતા અને વર્ષોથી સેવાના ભેખધારી નિકિતાની પણ જિલ્લા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ પાંચેય કર્મઠ વિપ્રઅગ્રણીઓની નિયુક્તિને ગુજરાત બ્રાહ્મણ સુપ્રીમ કાઉન્સિલના પ્રદેશ પ્રમુખ દિનેશભાઈ થાનકી તથા સંસ્થાના મહામંત્રી સહ પ્રવક્તા વિજયભાઈ થાનકી દ્વારા વધાવવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
