<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે

અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:વૈશ્વિક રાજકારણમાંથી મધ્ય પૂર્વ (Middle East) અને ઈરાનને લઈને એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને સનસનાટીભરી ભૂકંપ સમાન ઘટના સામે આવી છે! અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ ઈરાન અને પશ્ચિમ એશિયાના દેશો પરનું દબાણ ચરમસીમાએ પહોંચ્યું છે, ત્યારે તેના જવાબમાં ચીનના સર્વોચ્ચ નેતા શી જિનપિંગે સીધેસીધા અમેરિકાને લલકારતા અત્યંત કડક ભાષામાં ચેતવણી આપી છે.

ચીન અને ઓમાન વચ્ચે બહાર પાડવામાં આવેલા 20 પોઈન્ટના સંયુક્ત નિવેદનમાં હોર્મુઝ સ્ટ્રેટ પરથી સામાન્ય અને સુરક્ષિત દરિયાઈ વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવા પર સંમતિ વ્યક્ત કરવામાં આવી છે. બંને દેશોએ અમેરિકા અને ઈરાનને શાંતિપૂર્ણ માર્ગ અપનાવવા, સંઘર્ષનો અંત લાવવા માટે જૂન મહિનામાં થયેલા કરાર પર પાછા ફરવા અને વાટાઘાટો ફરી શરૂ કરવા અપીલ કરી છે. આ ઉપરાંત, ઈરાનના નાયબ સુરક્ષા પ્રમુખ અલી બાઘેરી કાનીએ પણ ચીનની મુલાકાત લીધી હતી, જ્યાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની બેઠકમાં ઈરાનના સાર્વભૌમત્વ અને સુરક્ષાનું સમર્થન કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ એશિયામાં શાંતિની આ પહેલને વધુ આગળ ધપાવવા માટે ચીનના ખાસ દૂત ઝાઈ જૂન આ જ મહિને ઈરાન, ઓમાન અને સાઉદી અરેબિયાનો પ્રવાસ કરશે. ચીન અને અમેરિકા વચ્ચે ઈરાન સાથેની શાંતિ વાટાઘાટોમાં ચીન ગેરંટરની ભૂમિકામાં આવી રહ્યું હોવાથી શી જિનપિંગનું આ નિવેદન વૈશ્વિક રાજકારણની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. શી જિનપિંગે સ્પષ્ટ કર્યું છે કે, 'વિશ્વ મોટા ફેરફારોના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે તમામ પક્ષોએ મળીને યુદ્ધ રોકવા અને સુરક્ષાત્મક પડકારોનો ઉકેલ લાવવા આગળ આવવું પડશે.'

(5:48 PM IST)