તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
મહિલા સુરક્ષિત સફર યોજનાઃબસમાં આખુ વર્ષ રૂા.૧૦૦૦માં મુસાફરી
બહેનો સીટી બસ-બીઆરટીએસ બસમાં ફરી શકશે ઝોન વાઇઝ ૩ સીટી બસ રૂટ પર ‘‘પિંક બસ'' દોડશેઃ ડ્રાઇવર-કન્ડકટર પણ હશે મહિલા

રાજકોટઃ આ યોજના હેઠળ તમામ મહિલા મુસાફરોને વાર્ષિક માત્ર રૂ.૧૦૦૦/-ના નજીવા દરથી રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ તેમજ બી.આર.ટી.એસ. બસ સેવાના કોઇપણ રૂટમાં ૨૨ મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવશે. મહિલા મુસાફરોએ આગામી નાણાંકીય વર્ષથી (૧ એપ્રિલ-૨૦૨૬થી) આ યોજનાનો લાભ લેવા માટે પાસ કઢાવવા માટે અરજી કરવાની રહેશે.
આ યોજના હેઠળ રાજકોટ શહેરમાં ઝોન વાઇઝ ત્રણ સીટી બસ (આર.એમ.ટી.એસ.)ના રૂટ પર ખાસ ‘પિંક બસ' ફક્ત મહિલા મુસાફરી માટે કાર્યરત કરવામાં આવનાર છે, જેમાં ડ્રાયવર તેમજ કન્ડકટર પણ મહિલા રહેશે. આ યોજના અંતર્ગત મુસાફરી કરનાર મહિલા પોતાનું આઈ.ડી. કાર્ડ તથા મુસાફરી પાસ રજુ કરીને મુસાફરીનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત પિંક બસમાં તેની માતા સાથે ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોને ફ્રી મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવશે.
(3:17 PM IST)










